નવી દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો બગડતા હવે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ડરમાં જીવી રહ્યા છે. તેમને એક જ વાત સતાવી રહી છે કે બંને દેશો વચ્ચે આમને આમ સંબંધો બગડતા રહ્યા તો તેમની કેવી હાલત થશે. આનાથી તેમના અભ્યાસ, કામ અને અન્ય પ્લાન્સ પર પણ પાણી ફરી જાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. કેનેડામાં નિજ્જર હત્યાકાંડ મુદ્દે જસ્ટિન ટ્રૂડોના વલણથી નારાજ ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. તેમને ડિપ્લોમેટ્સ અને ઓફિશિયલ્સને પરત બોલાવવા અને કેનેડાના ડિપ્લોમેટ્સને હાંકી કાઢવાના મુદ્દાની ગંભીરતા સમજાઈ રહી છે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ હવે કેનેડામાં ફફડી ગયા છે કે આપણું શું થશે.
એડમોન્ટનમાં આવેલી યુનિવર્સિટી ઓફ એલ્બર્ટાની એક વિદ્યાર્થીનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને અત્યારે બંને દેશોના ખરાબ સંબંધોની ચિંતા એટલા માટે થઈ રહી છે કે મારુ ભવિષ્ય હું જોઈ રહી નથી. હું અહીં એમ.એસ.નો અભ્યાસ કરી રહી છું અને નોકરી લેવા માટે વલખા મારી રહી છું. પણ મને નથી ખબર પડી રહી કે આગળ મારુ ભવિષ્ય કેવી રીતે પ્લાન કરું.
આ બધી જ પરિસ્થિતિ વચ્ચે કેનેડાએ તેના ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામના નિયમો પણ કડક કરી દીધા છે. જે સપ્ટેમ્બર મહિનાથી લાગુ થઈ ગયા છે અને આમાં કેનેડિયન બિઝનેસમાં ઓછા પગારે કામ કરતા કર્મચારીઓમાં માત્ર 10 ટકા જ ફોરેન વર્કરનો સમાવેશ કરવાનો નિર્ણય સામેલ છે. આનાથી સીધી અસર કેનેડામાં કામ કરતા ભારતીયોની સંખ્યા પર પડી છે. તેમને ફરજિયાત પાર્ટ ટાઈમ કે પછી અંડર પેઈડ જોબ કરવાની નોબત આવી ગઈ છે.
બ્રેમ્પટનમાં રહેતા 26 વર્ષીય ભારતીય મૂળના યુવકે કહ્યું કે રોજ સવારે ઉઠીને હું રેસ્ટોરાં, કાર વોશ અને મેઈન્ટેનન્સ કંપનીમાં જઉ છું અને એક જ આશા રાખુ છું કે કોઈ મને નોકરી પર રાખી લે. જે પ્રમાણે બંને દેશો વચ્ચે સંબંધો બગડી રહ્યા છે તે મારા ભવિષ્ય માટે જરાય સારા નથી લાગી રહ્યા. મારે કદાચ ભારતમાં શિફ્ટ થઈને જ મારા તમામ સપના પૂરા કરવા પડશે એમ લાગી રહ્યું છે.
અન્ય એક 24 વર્ષીય ભારતીય યુવકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું છેલ્લા ઘણા સમયથી એક વીડિયો એડિટર તરીકે કામ કરી રહ્યા છું. આની સાથે સાથે કન્ટેન્ટ મોડરેટર તરીકે સવારે અને પાર્ટ ટાઈમ કૂક તરીકે રાત્રે કામ કરું છું. જોકે કૂકની નોકરી મારી છૂટી ગઈ કારણ કે એ રેસ્ટોરાં જ બંધ થઈ ગઈ હતી. અત્યારે કેનેડામાં એક બાજુ કોસ્ટ ઓફ લિવિંગ વધારે છે એના લીધે બે જોબ ન કરું તો મારુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે હું ભારતમાં ડોલર્સ કમાઈને મોકલી શકું એવી સ્થિતિ પણ નથી. તેમને લાગી રહ્યું છે કે કેનેડામાં જોબ માર્કેટ પણ પડી ભાંગી રહ્યું છે. ભારતીયોને નોકરી કરવી તો કઠિન જ બની રહે છે.
આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
આ પણ વાંચો: ભારતીય રેલ્વેથી લઈને સ્પેસએક્સ સુધીના એલોન મસ્કના મિશનમાં મોટી ભૂમિકા ભજવી
આ પણ વાંચો: સદગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ‘છોકરીઓને બળજબરીથી રાખવા’નો કેસ