Not Set/ સુરેન્દ્રનગરમાં નોંધાયા વધુ 10 કોરોના પોઝિટીવ, લોકોમાં જોવા મળ્યો ફફડાટ

સુરેન્દ્રનગરમાં દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા છે. એક સાથે 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 10 કેસમાંથી સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં 5 કેસ નોંધાયા છે. તેમજ બે ધ્રાંગધ્રા તાલુકામાં […]

Gujarat Others

સુરેન્દ્રનગરમાં દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા છે. એક સાથે 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 10 કેસમાંથી સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં 5 કેસ નોંધાયા છે. તેમજ બે ધ્રાંગધ્રા તાલુકામાં અને 3 લીંબડીમાં નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે  સુરેન્દ્રનગરની ડાયમંડ સોસાયટીમાં રહેતા 55 વર્ષના આધેડ, શહેરી વિસ્તારમાં રહેતા 25 વર્ષના ડોકટર, વીઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા 60 વર્ષના વૃધ્ધ મહિલા તેમજ એક વ્યક્તિ અને રતનપરમાં એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં રહેતા માતા અને પુત્ર તેમજ લીંબડી શહેરી વિસ્તારમાં ત્રણ કેસ મળી કુલ 10 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આજે નોંધાયેલા પોઝિટીવ કેસ સાથે સુરેન્દ્રનગર જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 125 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.