Rajkot/ ગોંડલ રોડ પર ફટાકડાના કારણે મકાનમાં લાગી ભીષણ આગ

રાજકોટના ગોંડલ રોડ આવેલ રાજારામ સોસાયટી શેરી નંબર 5 મકાનમાં ભીષણ આગ લાગી હતી. ફટાકડાના કારણે મકાનની અગાસી પર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Gujarat Rajkot
  • રાજકોટ ગોંડલ રોડ પર મકાનમાં લાગી આગ
  • રાજારામ સોસાયટી શેરી નંબર 5 મકાનમાં આગ
  • ફટાકડાના કારણે મકાનની અગાસી પર આગ
  • 2 ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
  • આગ લાગવાના પગલે કોઇ જાનહાની નહીં

એક તરફ રાજ્યમાં લોકો દિવાળીનો તહેવાર મનાવી રહ્યાં છે તો બીજી બાજુ દિવાળીના જ દિવસે રાજકોટ ગોંડલ રોડ પર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ગુજરાતમાં એક પછી એક દરરોજ ક્યાંક ને ક્યાંક આગની ઘટના ઘટતી જ રહી છે. ત્યારે ગઇ કાલે શનિવારના રોજ દિવાળીની રાત્રિએ રાજકોટ ગોંડલ રોડ પર મકાનમાં આગ લાગી હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ આવેલ રાજારામ સોસાયટી શેરી નંબર 5 મકાનમાં ભીષણ આગ લાગી હતી. ફટાકડાના કારણે મકાનની અગાસી પર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતા 2 ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ  આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના પગલે કોઇ જાનહાની થઇ નથી.