Not Set/ કિયારા અડવાણી યાદ આવ્યા જુના દિવસો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગર્લ્સગેંગની ફોટો

બોલિવૂડની હિટ ફિલ્મોમાંની એક ‘કબીર સિંહ’ની એક્ટ્રેસ કિયારા અડવાણી  કોરોના વાયરસ લોકડાઉનને કારણે તેના ઘરે જ છે. આ દિવસોમાં, કિયારા અડવાણી પોતાના જૂના દિવસોને યાદ કરી રહી છે. તાજેતરમાં, કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર જૂની તસ્વીરો શેર કરી છે જેમાં કિયારા તેના ખાસ મિત્રો સાથે પાર્ટીની મજા માણી રહી છે. તસ્વીરોમાં કિયારા અડવાણીની ખુશી જોવા […]

Uncategorized

બોલિવૂડની હિટ ફિલ્મોમાંની એક ‘કબીર સિંહ’ની એક્ટ્રેસ કિયારા અડવાણી  કોરોના વાયરસ લોકડાઉનને કારણે તેના ઘરે જ છે. આ દિવસોમાં, કિયારા અડવાણી પોતાના જૂના દિવસોને યાદ કરી રહી છે. તાજેતરમાં, કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર જૂની તસ્વીરો શેર કરી છે જેમાં કિયારા તેના ખાસ મિત્રો સાથે પાર્ટીની મજા માણી રહી છે. તસ્વીરોમાં કિયારા અડવાણીની ખુશી જોવા જેવી છે.

કિયારા અડવાણીએ ફોટા શેર કરતા લખ્યું કે, ‘હું મારા મિત્રોને ખૂબ યાદ કરું છું. હું ઈચ્છું છું કે હું ડ્રાઈવ કરું અને તેમને મળવા માંગુ છું, પરંતુ કોઈ રિસ્ક નથી લેવાનું. આ છોકરીઓ માટે એક સારી પોસ્ટ છે જે દરરોજ થોડી વધુ વિશેષ બનાવે છે. કદાચ એવું કશું નથી. અમે એકબીજા સાથે શેર કરી શકતા નથી. અમે શાળામાં મળ્યા, કોલેજ પછી 4 લગ્ન અને 3 જુદા જુદા ટાઇમ ઝોનમાં ગયા અને અહીં અમે હજી પણ સાથી છીએ. ‘

View this post on Instagram

Dear Kabir Singh, Happy anniversary! Love always, Preeti ❤️

A post shared by KIARA (@kiaraaliaadvani) on

કિયારા અડવાણી લોકડાઉનના દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી છે અને ઘણીવાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર કિયારા અડવાણીના લાખો ફોલોઅર્સ છે. કિયારા અડવાણીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ‘લક્ષ્મી બોમ્બ’માં અક્ષય કુમારની સાથે અને’ ભુલ ભુલૈયા 2’માં કાર્તિક આર્યનની સાથે જોવા મળશે. કિયારા અડવાણીની અભિનયને લોકોએ ખૂબ પસંદ કરે છે, હવે જોવાનું રહ્યું કે કિયારાની આગામી ફિલ્મોને પ્રેક્ષકો તરફથી કેટલો પ્રેમ મળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.