દૈનિક રાશિભવિષ્ય (તા. 28 જૂન 2020, રવિવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – ઘર સંબંધી કાર્યોમાં આજે વિશેષ ધ્યાન પરોવવાનું થાય. લક્ષ્મીપ્રાપ્તિનો યોગ પણ કહી શકાય. નાનો-મોટો પ્રવાસ દર્શાવે છે. નાના-ભાઈબહેન સાથે ચર્ચાવિચારણાનો યોગ કહી શકાય. અનેક કાર્યોની સાથે આજે ધનપ્રાપ્તિનો અવસર પણ શક્ય બન્યો છે.

* વૃષભ (બ,વ,ઉ) – જીવનસાથી સાથે આજે ચર્ચાવિચારણા થાય. સંતન સાથે ક્યાંક પ્રવાસમાં જવાનું શક્ય બને. બપોર પછીનો સમય થોડો વિશેષ યોગ્ય છે. બપોર પછી ધનલાભ મળી જાય અને જીવન વધુ આનંદમય લાગે.

* મિથુન (ક,છ,ઘ) – તમારી ભાષા શત્રુ ઊભા કરે તેવું બને. ઘરમાં તમારે યોગ્ય વર્તન કરવું પડશે. જો તમને કોઈ છાતીમાં બળતરા કે અન્ય કોઈ બિમારી અગાઉથી ચાલી આવતી હોય તો આજે વિશેષ સાવધાની રાખવી. બપોર પછી પૈસા મામલે મિત્રો સાથે ચર્ચા-વિચારણા થાય.

* કર્ક (ડ,હ) – પાડોશીઓ સાથે હળવામળવાનું વધુ બનતું જણાય છે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે આજે શુભ સમાચાર મળી શકે છે. વેપારમાં આજે સાનુકૂળતા જણાય. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. પરદેશના અનુસંધાનમાં આજે તમને કોઈ સમાચાર મળવાની શક્યતા છે.

* સિંહ (મ,ટ) – પૈસાની આવન-જાવન વધતી જણાય છે. પરિવારમાં સુખનો માહોલ વર્તાશે. ડાયાબીટીસના દર્દીઓએ આજે સાવધાની રાખવી. ચીઝ, બટર, દૂધપાક જેવા વ્યંજન ખાવાની ઇચ્છા થાય પણ બધુ માત્રામાં લેવું. મોડી સાંજે પ્રેમના યોગ ખીલ્યા છે પોતાના પ્રિયપાત્ર સાથે પ્રવાસ થઈ શકે છે.

* કન્યા (પ,ઠ,ણ) – સંબંધોમાં તમારે થોડું વધારે ઘસાવું પડે. તમે બોલી નહીં શકો પણ તમને થોડો મનોમન અસંતોષ થયા રાખ્યે. બપોર પછી આવેશ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો પડે. સાથે સાથે, આજે સાસરીની મુલાકાત પણ થઈ શકે અને અચાનક ધનપ્રાપ્તિના અવસરો પણ રચાયા.

* તુલા (ર,ત) – પિતા સાથે આજે નાના-મોટા અણબનાવ થાય. વેપારમાં આજે થોડો સંયમ રાખવો અને માલનો ભરાવો આજે કરવાનો કોઈ વિચાર હોય તો થોડો વિચાર કરી નિર્ણય લેજો. આવકના વિચારો વધુ આવશે મન થોડું વધારે ચિંતીત થશે પણ બપોર પછી થોડી રાહત જણાય. જીવનસાથી સાથે નિરાંતની પળો વિતે.

* વૃશ્ચિક (ન,ય) – ભાગ્ય આજે બળવાન બન્યું છે તમને લાભ મળવાની શક્યતા પણ રચાયેલી છે. કોઈ શુભકાર્ય થકી તમને લાભ મળતો જણાય છે. વડીલો સાથે ધર્મપ્રવૃત્તિ આજે કરવાની ઇચ્છા થાય. બપોર પછી જીવનસાથી સાથે થોડી ચર્ચા-વિચારણા લાંબી થાય પણ કંઈ અનિષ્ઠ નથી જણાતું.

* ધન (ભ,ધ,ફ,ઢ) – સંતાન સાથે આજે વધારે મતભેદ રહી શકે છે. જો તમારો સંતાન તમારી સાથે વેપાર-ધંધામાં જોડાયેલો હોય તો આજે સ્હેજ વધુ સાચવવાનું રહેશે. માતાનું આરોગ્ય જાળવવું અને ઘરમાં શાંતી રાખવી. બપોર પછી થોડું સુખદ વાતાવરણ નિર્માણ પામે અને તમારી સમજણ વધુ ઉદાર બનતી જણાય છે.

* મકર (ખ,જ) – જીવનસાથી સાથે આજે થોડો મતભેદ સર્જાઈ શકે છે માટે સાવધાની રાખવી વધુ આવશ્યક છે. થોડો વાદવિવાદ થાય પણ પરિણામ શુભ હોઈ શકે છે. આજે લાભની શક્યતા જણાય છે. તમારા કાર્ય થકી તમને લાભ મળતો જણાય છે.

* કુંભ (ગ,શ,સ,ષ) – પ્રવાસમાં તમારે વિશેષ સાવધાની રાખવી. તમારા સહકાર્યકર્તા સાથે આજે કોઈ મતભેદ ન થાય તે જોવું. બધો વિવાદ એક-બે કલાકમાં શમી જશે, તમે ખોટી ચિંતા ન કરતા. બપોર પછી નોકરીના કોઈ સારા સમાચાર મળે તો નવાઈ ન પામતા.

* મિન (દ,ચ,ઝ,થ) – સંતાન દ્વારા તમને લાભ મળે. શેરબજારના જૂના કરેલા રોકાણમાં કોઈ નવો લાભ તમને દેખાય. હાડકાની કોઈ બિમારીથી તમારે વિશેષ સાવધાની રાખવાની રહેશે. સાથે સાથે, તમારા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાચવવા.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – નિરાધાર અને અસહાય વડીલોની મદદ કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો., હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
