Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસ 48 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

  દેશમાં કોરોનાવાયરસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 48 લાખથી આગળ વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કોરોનાવાયરસનાં કેસ નોંધાયા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 48,46,428 કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 1136 લોકોનાં મોત થયાં છે, […]

Uncategorized
 

દેશમાં કોરોનાવાયરસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 48 લાખથી આગળ વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કોરોનાવાયરસનાં કેસ નોંધાયા છે.

આ સાથે, અત્યાર સુધીમાં કુલ 48,46,428 કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 1136 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ સમયગાળા દરમિયાન, 77,512 દર્દીઓ આ રોગને હરાવવા માટે સક્ષમ છે. માહિતી અનુસાર, કોરોના રિકવરી દર 77.99 ટકા છે જ્યારે સક્રિય દર્દીનો આંકડો 20.35 ટકા છે. મૃત્યુ દર 1.64 ટકા છે. વળી પોઝિટિવિટી દર 9.40 ટકા નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90,000 થી વધુ નવા COVID-19 કેસ બહાર આવી રહ્યા છે.

દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા વધીને 9,86,595 થઈ ગઈ છે. કોરોનાવાયરસ ટેસ્ટ વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 9,78,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી અત્યાર સુધીમાં કુલ 5,72,39,428 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.