PUBG પહેલાથી જ ખૂબ જ લોકપ્રિય મોબાઇલ ગેમ રહી છે અને વૈશ્વિક રોગચાળા દરમિયાન તેની લોકપ્રિયતા વધી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સેન્સર ટાવરનાં તાજેતરનાં અહેવાલ છે, જેણે તેની આવકમાં સતત વધારો થયો હોવાની જાણકારી મળી છે. જો કે, આ ગેમનાં ચસ્કાનાં કારણે ઘણા વિવાદો પણ સામે આવ્યા છે. આ જ કારણ છે કે Tencent Games ને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.

થોડા દિવસ પહેલા એક નવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબનાં એક કિશોરે તેના માતાપિતાનાં બેંક ખાતામાંથી PUBG મોબાઇલ ગેમમાં ખરીદી કરવા માટે 16 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. એવા પણ અહેવાલ છે કે ખાગરમાં રહેતા આ 17 વર્ષીય યુવકનાં પિતાએ આ ભંડોળ તબીબી ખર્ચ માટે જમા કરાવ્યું હતું અને આ તેમની આજીવન આવક હતી. ટ્રિબ્યુન ઇન્ડિયાનાં એક અહેવાલમાં, યુવકનાં માતાપિતાને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, કિશોરની માતાપિતાનાં ત્રણ બેંક ખાતાઓ સુધી પહોચ હતી, જેનાથી તે તેના PUBG મોબાઇલ એકાઉન્ટને અપગ્રેડ કરવા માટે ઉપયોગમાં લેતો હતો. કિશોરે અહેવાલ મુજબ તેના સાથીદારો માટે પણ આ એપ્લિકેશનમાં ખરીદી કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરિવારને બેંક સ્ટેટમેન્ટ દ્વારા તેના વિશે જાણ થઈ હતી.

સગીરનાં પિતા સરકારી કર્મચારી હોવાનું જણાવાય છે અને તે બિમાર પણ રહે છે. પિતા, જેમણે પોતાનું નામ જાહેર ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેમણે ટ્રિબ્યુન ઇન્ડિયાને જણાવ્યું હતું કે 17 વર્ષીય યુવક પોતાની માતા સાથે રહે છે અને પિતા અન્યત્ર પોસ્ટેડ છે. પિતાએ કહ્યું, “તેણે તમામ વ્યવહારો કરવા માટે માતાનાં મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો અને ખાતામાંથી ડેબિટ થયેલી રકમ અંગેનાં આવતા બેંક મેસેજો ડિલિટ કરી દીધા.” રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે માતાપિતાએ વિચાર્યું હતું કે, 17 વર્ષીય યુવક ઓનલાઇન અભ્યાસ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ઘટના બાદ યુવકને PUBG મોબાઈલમાં વધારે સમય ન ખર્ચવા માટે રિપેર શોપમાં લગાવી દીધો છે. પિતાએ કહ્યું, “હું તેને ઘરે બેકાર બેસાડી શકતો નથી અને વાંચવા માટે મોબાઇલ ફોન પણ આપી શકતો નથી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
