કોરોના સુરતને બદસુરત અને બેહાલ બનાવી રહ્યો હોવાનું પાછલા થોડા દિવસોથી નોંધવામાં આવી રહ્યું છે. સુરતે હવે રોજ સામે આવતા નવા કોરોના પોઝિટિવ કેસ સંદર્ભે અમદાવાદની સાઇડ કાપી લીઘી છે. અને પાછલા થોડા દિવસથી રોજ સામે આવતા નવા કેસમાં સુરત અવ્વલ જોવામાં આવી રહ્યું છે. અલબત્ત આ બાબત ખરેખર ભયાવહ છે. તમામ હકીકતો વચ્ચે આજે ફરી સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવામાં આવી છે.

જી હા, ફરી ફાટેલા કોરોના બોમ્બમાં સુરત શહેરમાં અને જીલ્લા એટલે કે સુરત ગ્રામ્યમાંથી કુલ બપોર સુધીમાં કોરોનાનાં વધુ 129 કેસ નોંધાયા છે. સુરત શહેરમા બપોર સુધીમા 85 નવા કેસ નોંધાયા છે. શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં કોરોના પોતાનો પગ પેસારો કરી ચૂક્યો હોવાનુ સામે આવી રહ્યું છે.

સુરત ગ્રામ્યમાં પણ આજે બપોર સુઘીમાં નવા 44 કેસ નોંધાયા હોવાથી ફફડાટ વ્યાપ્યો છે. સુરત ગ્રામ્યમાં કુલ 44 કેસ નોંધાયા છે તેમાં કામરેજ તાલુકામાં 19, ઓલપાડમાં 8, ચોર્યાસીમાં 5 કેસ અને બારડોલી તાલુકામાં 6, પલસાણામાં 6 કેસ નોંધાયા છે. સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ કામરેજ તાલુકામાં નોંધાયા હોય લોકોમાં ભયનો માહેલ જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
