બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડ આઘાતમાં છે. તાજેતરમાં જ તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા‘ નું ટ્રેલર રિલીઝ થયું છે. ચાહકો આતુરતાથી સુશાંતની છેલ્લી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. લોકો આશ્ચર્યમાં છે કે 34 વર્ષીય અભિનેતાએ આત્મહત્યા જેવું પગલું કેમ લીધું? અહેવાલો અનુસાર સુશાંત ડિપ્રેશનથી પીડિત હતો. પોલીસ તેના કેસની તપાસ કરી રહી છે. હાલમાં સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા‘નો છેલ્લો સીન હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ દ્રશ્યમાં તેની પહેરેલી ટી-શર્ટ પર ‘Help’ લખેલું છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેની ફિલ્મનાં દરેક ડાયલોગ, સીન અને સંદેશને સુશાંતને જોડી રહ્યા છે.
No words to say….!#justiceforsushantsinghrajputforum #DilBecharaTrailer #CBIforShushantSinghRajput pic.twitter.com/hdtR4eoTy7
— Sandesh Narnaware (@sandeshnarnawre) July 6, 2020
