ભારતીય ક્રિકેટ ટીમનાં ‘કેપ્ટન કૂલ‘ એમએસ ધોની મંગળવારે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે વેસ્ટ ઇન્ડીઝનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પૂર્વ ભારતીય કેપ્ટન માટે એક નવું ગીત રિલીઝ કર્યું છે.
બ્રાવોએ આ ગીતનું શીર્ષક ‘હેલિકોપ્ટર 7’ રાખ્યુ છે, જેન બોલ આ પ્રમાણે છે: “એમએસ ધોની, નંબર સેવન, એમએસ ધોની, નંબર સેવન, રાંચીમાં બધા ધોની-ધોની બૂમ પાડતા, ભારતનાં તમામ લોકો માહી બૂમો પાડતા, તમામ ચેન્નાઈમાં થાલા બૂમ પાડતા. એમ.એસ. ધોની છે વર્લ્ડ બીટર”
આ ગીતમાં ધોનીની પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીની સફળતાને દર્શાવવામાં આવી છે, જેમાં આઇસીસીની તમામ ટ્રોફીનો સમાવેશ થાય છે. બાદનાં ગીતોના વીડિયોમાં બ્રાવોએ વિકેટકિપર બેટ્સમેનનાં કેટલાક જૂના ફૂટેજનો ઉપયોગ કર્યો હતો. 2005 માં પાકિસ્તાન સામે ત્રીજા નંબરે બેટિંગ કરતા, ધોનીએ તેની પ્રથમ સદી ફટકારી હતી અને આ સમયને યાદ અપાવવા માટે બ્રાવો સૌરવ ગાંગુલીનો આભાર વ્યક્ત કરવા માટે ગયા કે ધોનીને મેચનાં મહત્વપૂર્ણ સમય પર બેટિંગ આપવવામાં આવી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) માં ધોની અને બ્રાવો સાથી ખેલાડી છે. બંને ખેલાડીઓ આઈપીએલમાં ખૂબ સરસ રમતની મજા માણે છે અને બ્રાવોએ ભારતનાં ભૂતપૂર્વ સુકાનીએ ઘણીવાર તેના પર વિશ્વાસ દર્શાવવાનું શ્રેય આપ્યું છે. બ્રાવો 2011 થી સીએસકે સાથે છે. તેણે ફ્રેન્ચાઇઝ માટે કુલ 104 મેચ રમી છે, જેમાં તેણે 121 વિકેટ ઝડપી છે. આ ઓલરાઉન્ડરે બે વાર (2013 અને 2015) પર્પલ કેપ (આઈપીએલમાં સૌથી વધુ વિકેટ) પણ જીતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
