Not Set/ વડોદરા કસ્ટોડિયલ ડેથ/ મૃતકનાં પરિવારને જલ્દી ન્યાય મળે તેવા પ્રયાસો : DCP મેઘાણી

વડોદરાનાં બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલે ડીસીપી ઝોન-1નાં દિપક મેઘાણીની દ્વારા પત્રકાર પરિષદ યોજી કેસનાં ડેવલોપમેન્ટ વિશે માહિતી આપવામાં આવી. ડીસીપી મેઘાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, વહેલી તકે તમામ આરોપીઓની ધરપકડ કરાશે. તેમજ મૃતકનાં પરિવારને જલ્દી ન્યાય મળે તેવા પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ. આરોપીઓ દ્વારા ફરિયાદનો નાશ કરવામાં આવ્યો છે. ડીસીપી મેધાણી દ્વારા વઘુમાં જણાવવામા આવ્યું હતું કે, આરોપીને […]

Gujarat Vadodara

વડોદરાનાં બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલે ડીસીપી ઝોન-1નાં દિપક મેઘાણીની દ્વારા પત્રકાર પરિષદ યોજી કેસનાં ડેવલોપમેન્ટ વિશે માહિતી આપવામાં આવી. ડીસીપી મેઘાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, વહેલી તકે તમામ આરોપીઓની ધરપકડ કરાશે. તેમજ મૃતકનાં પરિવારને જલ્દી ન્યાય મળે તેવા પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ. આરોપીઓ દ્વારા ફરિયાદનો નાશ કરવામાં આવ્યો છે.

ડીસીપી મેધાણી દ્વારા વઘુમાં જણાવવામા આવ્યું હતું કે, આરોપીને માનસિક ત્રાસ આપવાનો અધિકાર પોલીસને નથી. આરોપીઓના નાર્કો, પોલિગ્રામ ટેસ્ટ કરવામાં આવશે. મૃતદેહ શોધવા એફએસએલની મદદ લેવાશે. ઉલ્લેખનીય છે કે, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધનું શંકાસ્પદ મોત થયું હતું. મરણજનાર બાબુ નિશાર શેખ નામનાં વ્યક્તિનાં કસ્ટોડીયલ ડેથમાં અનેક શંકા કુશંકાઓ જોવામાં આવતા સમગ્ર મામલો શંકાસ્પદ મોતનો હોવાનું ઉભરી આવ્યું હતું. મોત મામલે પોલીસ દ્વારા  સ્ટેશન ઇનચાર્જ PI ગોહિલ, PSI રબારી સહિત 6 પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews