Not Set/ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન, ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર

ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, એમાં પણ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં આભ ફાટયું છે અને ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જેના કારણે નીચાણવાળાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે.. આ સાથે સાથે ભારે વરસાદના કારણે દરિયાકાંઠાંનાં વિસ્તારોને પણ […]

Gujarat Others

ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, એમાં પણ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં આભ ફાટયું છે અને ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જેના કારણે નીચાણવાળાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે.. આ સાથે સાથે ભારે વરસાદના કારણે દરિયાકાંઠાંનાં વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. 

બીજી તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘાની જમાવટ જોવા મળી છે, જીલ્લાના માણાવદરમાં મૂશળધાર 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વંથલીમાં 4 ઇંચ વરસાદ, મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ પડયો છે. આ સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે,જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.