Not Set/ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ, સુશાંતના ચાહકોએ કહ્યું- કેમ આવ્યો બંનેની વચ્ચે….

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને આઘાતમાં લાવી દીધા હતા. જો કે સુશાંતના અવસાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ સુશાંત સાથે સંકળાયેલા લોકો હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતનો પોતાનો મિત્રમાની એક છે એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે. જ્યારે એક બાજુ અંકિતા સુશાંતના અવસાનના દુખથી આઘાતમાં છે, પોતાને […]

Uncategorized

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને આઘાતમાં લાવી દીધા હતા. જો કે સુશાંતના અવસાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ સુશાંત સાથે સંકળાયેલા લોકો હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતનો પોતાનો મિત્રમાની એક છે એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે. જ્યારે એક બાજુ અંકિતા સુશાંતના અવસાનના દુખથી આઘાતમાં છે, પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ અંકિતાનો બોયફ્રેન્ડ વિક્કી જૈન પણ સતત ટ્રોલિંગનો સામનો કરી રહ્યો હતો.

Sushant Singh Rajput planned to get married in November, reveals ...

જેના પછી વિક્કી જૈને એક મોટું પગલું ભર્યું છે, અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના કમેન્ટ સેક્શનને લિમીટેડ કર્યું છે. 2016 માં બ્રેકઅપ પછી, અંકિતા અને સુશાંત બંને તેમના જીવનમાં આગળ વધ્યા. સુશાંતનું નામ કૃતિ સેનન અને રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલું હતું. તો, ઉદ્યોગપતિ વિક્કી જૈને અંકિતાના જીવનમાં પણ સ્થાન બનાવ્યું. અંકિતા ઘણીવાર વિક્કી જૈન સાથેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. સુશાંતની આત્મહત્યાના થોડા દિવસો પહેલા અંકિતા અને વિક્કી  જૈનની ગુપ્ત સગાઈના સમાચારો સોશિયલ મીડિયા પર છવાયા હતા. સુશાંતની આત્મહત્યા બાદ કેટલાક યુઝર્સ સતત વિક્કી જૈનને નિશાન બનાવતા જોવા મળ્યા હતા.

Ankita Lokhande Is Missing Her Boyfriend, Vicky Jain Amidst ...

કેટલાક યુઝર્સે વિક્કીને અંકિતાને છોડવાનું કહ્યું હતું, જ્યારે કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું હતું કે તે અંકિતા અને સુશાંતની વચ્ચે આવ્યો છે. જો કે, એવા ઘણા યુઝર્સે છે જેમણે વિક્કીને સપોર્ટ આપ્યો હતો અને તેને અંકિતાની સંભાળ રાખવા કહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર થઈ રહેલી આ ટ્રોલિંગને વિક્કી સહન કરી શક્યો નહીં અને અંતે તેણે કોમેન્ટ સેક્શનને લિમીટેડ કરવાનો નિર્ણય કર્યો.

આપને જણાવી દઈએ કે વિક્કી જૈન પહેલા ઘણા સ્ટાર કિડ્સ પણ આ ટ્રોલિંગને કારણે તેમના કમેન્ટ સેક્શનને મર્યાદિત કરી ચૂક્યા છે. સુશાંત અને અંકિતાનો સંબંધ લગભગ 6 વર્ષ રહ્યો હતો. 2016 માં બંનેનું બ્રેકઅપ થયું હતું. લાંબા સમય સુધી અંકિતા સુશાંત દ્વારા મળેલ દગાને ભૂલી શકી નહીં. પાછળથી અંકિતાના જીવનમાં, વિક્કી જૈન આવ્યો અને છેલ્લા બે વર્ષથી અંકિતા વિક્કી જૈનને ડેટ કરી રહી છે.

Vicky Jain goes on his knees to propose Ankita Lokhande; see cute ...

જો કે સુશાંતના અવસાનના સમાચારથી અંકિતા તૂટી ગઈ હતી. સુશાંતના મૃત્યુના બે દિવસ પછી, અંકિતા તેના પરિવારને મળવા ગઈ હતી તે ફ્લેટમાં જ્યાં સુશાંતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતના ઘરની અંદર જતાં પહેલાં જ અંકિતાનાં પગ અટકી ગયા હતાં. જો કે અંકિતાએ પોતાને સાંભળી અને સુશાંતના ઘરની અંદર ગઈ હતી.

Ankita Lokhande Kisses Boyfriend Vicky Jain At A Wedding ...

અંકિતા અને સુશાંતની જૂની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સુશાંતના ચાહકો એમ કહેતા ચૂકતા નથી કે સુશાંતના જીવનમાં હજી અંકિતા હોત, તો તેણે આ પગલું ન લીધું હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.