મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન કાર્યાલયએ માહિતી આપી છે કે, રાજ્યનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખનાં નાગપુર ઓફિસમાં મંગળવારે ધમકીભર્યા કોલ આવ્યા હત, આ ફોન કોલ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને અપાયેલા નિવેદનને કારણે આવ્યા છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના સામેનાં ડ્રગ કેસમાં તપાસનાં આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ જાહેર થયા બાદ ખુલાસો કર્યો કે, બોલિવૂડમાં 99 ટકા લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. પરંતુ મુંબઈ પોલીસ બધુ જાણીને મૌન ધારણ કરી રહી છે. જે પછી ખળભળાટ મચી ગયો હતો, શિવસેનાનાં નેતા સંજય રાઉતે તેને મુંબઈ પોલીસનું અપમાન ગણાવ્યું હતું અને તેમણે કંગના પર શાંબ્દિક હુમલો કર્યો હતો. એટલું જ નહીં, મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસ અભિનેત્રી વિરુદ્ધ તપાસ કરશે, ગૃહમંત્રીએ અભિનેતા અધ્યયન સુમનનાં એક નિવેદનને આધાર તરીકે બતાવ્યુ છે, જણાવી દઇએ કે, અભિનેતા શેખર સુમનનો પુત્ર અધ્યયન સુમન કંગના રનૌત સાથે થોડા વર્ષો પહેલા રિલેશનશીપમાં હતો, કંગનાથી બ્રેકઅપ થયા પછી, અધ્યયને આક્ષેપ કર્યો હતો કે કંગના પોતે ડ્રગ્સનો ઉપયોગ કરતી હતી. અને તેને પણ ડ્રગ્સ લેવાનું કહેતી હતી.
દેશમુખે કહ્યું કે ધારાસભ્યો સુનિલ પ્રભુ અને પ્રતાપ સરનાઈક દ્વારા રજુ કરાયેલી વિનંતી મુજબ મેં વિધાનસભામાં જવાબ આપ્યો અને કહ્યું કે કંગના રનૌતનો સંબંધ અધ્યયન સુમન સાથે છે, જેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે ડ્રગ્સ લે છે અને તેમને મજબૂર પાડે છે. આ મામલે મુંબઇ પોલીસ તપાસ કરશે. જ્યારે કંગનાએ અનિલ દેશમુખનાં નિર્ણય પછી ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું છે કે, મને ખૂબ જ આનંદ છે કે મુંબઈ પોલીસ અને મુંબઇનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મારી વાત સાંભળી અને હું મારો ડ્રગ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. મારા કોલ રેકોર્ડ્સ તપાસો, જો મારા કોઈ ડ્રગ માફિયાઓ સાથે જોડાણ મળે છે, તો હું મારી ભૂલ સ્વીકારવા તૈયાર છું. ઉપરાંત હું કાયમ માટે મુંબઈ છોડવા તૈયાર છું. હું તમને બધાને મળવા ઉત્સુક છું. જલ્દી જ મળીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
