મુંબઇ,
હાલ બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂર તેની આગામી ફિલ્મ, “એક લડકી કો દેખા તો ઐસા લગા”ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે અને પ્રેક્ષકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ અને જુહી ચાવલા મુખ્ય ભૂમિકામાં છે.
ટ્રેલરમાં રાજકુમાર રાવ સ્ટેજ પર કહેતા જોવા મળી રહ્યા છે, ‘અમારુ આ જે નાટક છે, તેને દિમાગથી નહીં દિલથી જોજો. આ પછી સોનમ રાજકુમારને કહે છે, ‘મેં મારા સિક્રેટ માત્ર તમને જ કહ્યા છે.’ એક સીનમાં, તે રાજકુમારથી નારાજ થાય છે કે શા માટે દરેકનું દિમાગ લગ્ન વાળા ડાયરેક્શનમાં જ કેમ જાય છે? તે તેના પિતાની ભૂમિકા નિભાવી રહેલ અનિલ કપૂરને કહે છે, મારી ઉમ્મીદ પર તો તમે પણ ખરા નથી ઉતર્યા ‘ડેડી.’
હવે ટ્રેલરમાં સોનામની ભૂમિકાનું રાજ લગભગ સામે આવી ચુક્યું છે. અનિલ કપૂરે ટ્વીટ કયું, “પ્યાર જેવો પણ હોય તેને સ્વીકાર કરવો જોઈએ. “એક લડકી કો દેખા તો ઐસા લગા” વર્ષની સૌથી આશ્ચર્યજનક રોમેન્ટિક સ્ટોરી છે. દરેક પિતા આને જરૂર જુવો. ત્યાં જ એલજીબીટીક્યુ કોમ્યુનિટી પર ફિલ્મ બનાવી ચુકેલ દિગ્દર્શક ઓનિરે કહ્યું કે “સોનમને અભિનંદન, કારણ કે તે સેમ સેક્સ લવને એક એક્ટર તરીકે સમજ્યું.
Accept love for what it is. #EkLadkiKoDekhaTohAisaLaga is the most unexpected romance of the year. Must watch for all the fathers out there https://t.co/PR4ICwYLLT. #LetLoveBe @sonamakapoor @iam_juhi @RajkummarRao @VVCFilms @foxstarhindi@RochakTweets @ShellyCDhar
— Anil Kapoor (@AnilKapoor) December 27, 2018
