Not Set/ ઐશ્વર્યા રાય અને જયા બચ્ચનનો જાણો શું આવ્યો કોરોના રીપોર્ટ

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશભરમાં 8 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે, પરંતુ કોણ જાણતું હતું કે કોરોના વાયરસની ચપેટમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ આવી જશે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને કોરોના સંક્રમિત થયા છે પરંતુ ઐશ્વર્યા અને જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવાર માટે આ […]

Uncategorized

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશભરમાં 8 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે, પરંતુ કોણ જાણતું હતું કે કોરોના વાયરસની ચપેટમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ આવી જશે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને કોરોના સંક્રમિત થયા છે પરંતુ ઐશ્વર્યા અને જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવાર માટે આ આનંદના સમાચાર છે.

અમિતાભ અને અભિષેક કોરોના પોઝિટિવ આવ્યા બાદ, આખા પરિવારનો એન્ટિજેન રેપિડ કોરોના ટેસ્ટ કરાવ્યું. જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બંનેને કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ છે. બાકીનો પરિવાર કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે. જણાવીએ કે બિગ બિના બાંગ્લા જલસાના તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે બિગ બીના બંગલા જલસાને સેનિટાઈઝ કરવામાં આવશે.

અમિતાભ અને અભિષેકમાં કોરોનાનાં હળવા લક્ષણો મળી આવ્યા છે. બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ બંનેનો બીજો કોરોના ટેસ્ટ પણ થયો છે. વળી, અહેવાલ છે કે અમિતાભ બચ્ચનનો ઓક્સિજન લેવલ સામાન્ય છે. અમિતાભ અને અભિષેક બંનેને હળવો તાવ અને કફ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને જાતે જ નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ થતા જ લગભગ 10:50 વાગ્યે પર બિગ બીએ ટ્વિટર પર લખ્યું કે, તેઓ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, મને કોરોના પોઝિટિવ થયો છે. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહી છે. પરિવાર અને બાકીના સ્ટાફનો  પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ તેઓના રીપોર્ટન રાહ જોવાઇ રહી છે. છેલ્લા 10 દિવસમાં જેઓ મારી સાથે ખૂબ જ નજીક છે તેઓને તેમના ટેસ્ટ કરાવવા વિનંતી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.