સામગ્રી
3 પેકેટ નૂડલ્સ
1/2 કપ – સમારેલી કોબીજ
1/4 કપ ઝીણી સમારેલી શિમલા મરચા
4 ચમચી તેલ
મીઠુ (સ્વાદનુસાર)
સોસ બનાવવા માટે સામગ્રી
3 ચમચી ટૉમેટો સોસ
3/4 ચમચી ચિલી સોસ
1 ચમચી વિનેગર
2 ચમચી સોયા સોસ
બનાવવાની રીત
પહેલા તો તમે સોસ બનાવવા માટેની સામગ્રીને એક મોટા વાસણમાં ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક પેન લો તેમાં લગભગ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લો પછી તેમાં નૂડલ્સ નાખો. નૂડલ્સને સોનેરી થતા સુધી સેકી લો. હવે પેનથી નૂડલ્સ નીકળીને અલગ મુકો.
બચેલુ તેલ પૈનમાં નાખીને બધા સમારેલા શાક નાખીને લગભગ ત્રણ મિનિટ સુધી પકવો. પેનમાં સોસ નાખીને લગભગ મિનિટ સુધી ઉકાળો.
ત્યારબાદ નૂડલ્સ મિક્સ કરો અને તેમા મીઠુ નાખીને તાપ પર બે મિનિટ પકવો. નૂડલ્સમાં સોસ સારી રીતે મિક્સ થવો જોઈએ. તો તૈયાર છે ચાઈનીઝ ભેળ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
