મુંબઈ,
દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન ૧૧નો શનિવારે રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. મુંબઈ ખાતે યોજાયેલી IPLની ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડના જાણીતા કલાકારોએ શાનદાર પ્રદર્શન સાથે કરોડો ચાહકોના દિલ મોહી લીધા હતા.
સૌથી પહેલા બોલીવુડ સ્ટાર વરુણ ધવને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ વરુણ ધવનનો સાથ આપવા માટે ડાન્સ ગુરુ કહેવાતા પ્રભુદેવા પહોચ્યા હતા. વરુણ અને પ્રભુદેવાએ સાથે મળી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
We're ready. Are you? #VIVOIPL pic.twitter.com/aQnUHTuGqi
— IndianPremierLeague (@IPL) April 7, 2018
VIVO #IPL Opening Ceremony: @iHrithik @Asli_Jacqueline @tamannaahspeaks getting into a groove ahead of the big day #MIvCSK pic.twitter.com/EeSSC0b6Lb
— IndianPremierLeague (@IPL) April 6, 2018
જો કે ત્યારબાદ સાઉથ અને બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ સ્ટેજ પર પરફોર્મ કરવા માટે આવી હતી. સિંગર મિકા સ્ટેજ પર આવ્યા હતા અને પોતાના સુપરહિટ સોંગ સાથે ધૂમ મચાવી હતી. સિંગર મીકા બાદ સ્ટેજ પર આવેલી અભિનેત્રી જેકલિને પોતાની અદાઓ દ્વારા સ્ટેજ પર ચાહકોએ એક મનોરંજન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ સુપર સ્ટાર ઋતિક રોશને પોતાના ગીતો પર ડાન્સ પરફોર્મ કર્યું હતું.
બોલીવુડ કલાકારોના પ્રદર્શન બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા સ્ટેજ પર આવ્યો હતો અને IPLની ટ્રોફી પોતાના પાસે રાખી હતી.
We've won all the three titles for this wonderful crowd here. Looking forward to starting this tournament on a good note – @mipaltan Captain @ImRo45 ahead of tonight's opening game. pic.twitter.com/peSEb4422G
— IndianPremierLeague (@IPL) April 7, 2018
પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ હશે આમને-સામને
IPL-૧૧ના પ્રથમ મુકાબલામાં બે વર્ષના પ્રતિબંધ બાદ ટુર્નામેન્ટમાં પછી ફરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. પ્રથમ મુકાબલમાં ભારતીય ક્રિકેટ ટીમના બે ધુરંધર ખેલાડી એમ એસ ધોની અને રોહિત શર્માની નેતૃત્વ હેઠળની બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
It is #Hitman 🦁 vs. #Iceman 🦁 tonight at 8 PM IST #IPL #MIvCSK pic.twitter.com/HaqW24kHcg
— IndianPremierLeague (@IPL) April 7, 2018
મુંબઈ ઇન્ડિયન્સની ટીમની વાત કરવામાં આવે તો આ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કેરેબિયન સ્ફોટક ઓપનર એલ્વિન લુઇસ, કાઈરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, સિદ્ધેશ લાડ જયારે ડેથ ઓવરમાં ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ટીમના હેડ કોચ મહેલા જયવર્ધને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિજુર રહેમાન અને બુમરાહને મદદ કરવાનો પ્રયાસ કરશે.
જયારે બે વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં પાછી ફરી રહેલી ચેન્નઈની ટીમ ખુબ બેલેન્સ જોવામાં આવી રહી છે. ચેન્નઈની ટીમમાં કેપ્ટન એમ એસ ધોનીની સાથે સુરેશ રૈના, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો, મુરલી વિજય, કેદાર જાધવ, આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, સેમ બિલિન્ગ્સ તેમજ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન જેવા અનુભવી ખેલાડીઓ શામેલ છે.
