Not Set/ ચોરી કરતાં ડ્રાઈવરને પકડવા એમેઝોન કંપનીએ ગોઠવી જાળ ‘ફેક પેકેજ’ની

એમેઝોન કંપનીએ એક જાળ પાથરી છે જેથી તેઓ એવાં ડ્રાઈવરને પકડી શકે જે ડીલીવરીનો સામાન ચોરી લેતા હોય. કંપની ઘણીવાર એવાં પેકેજ મુકે છે જેનાં પર ફેક એટલે કે ખોટા લેબલ્સ લગાવેલા હોય અને આ ખાલી પેકેજને તેઓ કોઇપણ રેન્ડમ ટ્રકમાં મૂકી દે છે. હવે જયારે ડ્રાઈવર આ ફેક પેકેજને ડીલીવરી માટે સ્કેન કરે છે […]

Top Stories India Uncategorized Business

એમેઝોન કંપનીએ એક જાળ પાથરી છે જેથી તેઓ એવાં ડ્રાઈવરને પકડી શકે જે ડીલીવરીનો સામાન ચોરી લેતા હોય. કંપની ઘણીવાર એવાં પેકેજ મુકે છે જેનાં પર ફેક એટલે કે ખોટા લેબલ્સ લગાવેલા હોય અને આ ખાલી પેકેજને તેઓ કોઇપણ રેન્ડમ ટ્રકમાં મૂકી દે છે.

હવે જયારે ડ્રાઈવર આ ફેક પેકેજને ડીલીવરી માટે સ્કેન કરે છે ત્યારે સ્કેનરમાં એરર આવશે. જ્યારે પણ આવું થાય ત્યારે ડ્રાઈવરે સુપર વાઈઝરને કોલ કરીને ચેક કરવા માટે કહેવાનું હોય છે અથવા તો પેકેજને ટ્રકમાં જ રાખી દેવાનું હોય છે જેથી તે વેરહાઉસ પરત જાય.

આવાં સમયે ડ્રાઈવર ચોરી કરવાનું પણ વિચારી શકે છે કારણકે એમેઝોનની સિસ્ટમમાં આ પેકેજની ઓળખ જ થઇ નથી એટલે સિસ્ટમમાં આ પેકેજ મિસિંગ કે અનડીલીવર્ડ તરીકે રજીસ્ટર થશે જ નહી. જોકે આ બધું રોકવા માટે પગલાં ભરવામાં આવે જ છે જેવાં કે શિફ્ટને અંતે વર્કરનું બેગ ચેકિંગ વગેરે.