દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 16 જુલાઈ 2020, ગુરૂવાર
- તિથિ – અષાઢ વદ એકાદશી (કામિકા એકાદશી)
- રાશિ – વૃષભ (બ, વ, ઉ)
- નક્ષત્ર – કૃતિકા
- યોગ – ગંડ
- કરણ – બવ
દિન વિશેષ –
- શ્રી વિષ્ણુ ઉપાસના કરવી, શક્ય હોય તો ઉપવાસ કરવો તેમજ શ્રીમહાલક્ષ્મીનો પાઠ કરવો
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- આજે ટૂંકા પ્રવાસની શક્યતા દર્શાવે છે
- સવારના મન થોડું સંબંધોને લઈ વિચારમાં સરી પડે
- બપોર પછી ધન સંપત્તિ પ્રાપ્તિના યોગ પણ દર્શાવે છે
- પણ તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

* વૃષભ (બ,વ,ઉ) –
- ભાષા ઉપર તમારે કાબૂ રાખવાનો છે.
- ધન સંબંધી બાબતો પરિવારમાં વેગ પકડે
- વડીલો સાથે વેપાર સંબંધી ચર્ચા થાય
- બપોર પછી સંબંધો લાભ આપી જતા જણાય છે

* મિથુન (ક,છ,ઘ) –
- આજે વૈભવ વધારવા ખર્ચનું આયોજન થાય
- પરદેશ ફરવા જવાના વિચારો આવે
- આજે કાર્ય કરવામાં મૂંઝવણ થાય
- અથવા, આળસમાં કામ અધૂરા રહી જાય

* કર્ક (ડ,હ) –
- આજે માતા સાથે સ્નેહ વધી જાય
- પ્રેમ સંબંધો આજે થોડા વિશેષ ખીલી જાય
- ભાષા ઉપર સાવધાની રાખવી પડશે
- સરકાર સાથે કાર્ય કરતા વ્યક્તિઓએ ધ્યાન રાખવું

* સિંહ (મ,ટ) –
- જીવનસાથી સાથે ગહન ચિંતન થાય
- વેપારીઓએ માલનો ભરાવો ન કરવો
- કાર્ય કરવાનો આનંદ આવશે
- ઘરમાં ખુશીનો માહોલ સર્જાશે

* કન્યા (પ,ઠ,ણ) –
- પ્રવાસ કરતી વખતે ધ્યાન રાખવું
- આજે આરોગ્ય જાળવવું
- બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ જાળવવું
- નોકરીમાં સહકાર્યકર્તા સાથે સંબંધો નબળા પડે

* તુલા (ર,ત) –
- મન થોડું વધુ ચીવટવાળું બની જાય
- પિતા સાથે વારસાઈ સંબંધે ચર્ચા થાય
- ધનપ્રાપ્તિના અવસરો રચાયા છે
- બપોર પછી નોકરીમાં નવા અવસરો મળે

* વૃશ્ચિક (ન,ય) –
- સ્નાયુની બિમારીથી સાચવજો
- જીવનસાથી દ્વારા ભાગ્ય વધે
- ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે
- કુંવારા જાતકો માટે લગ્ન સંબંધી બાબતો જોર પકડે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- પૈસા વગર તમારું કાર્ય નહીં અટકે
- કોઈ સ્ત્રી જાતક તમારી વહારે આવે
- બપોર પછી ઘરમાં શાંતિ જાળવવી
- માતાનું આરોગ્ય થોડું નબળું પડતું જણાય છે

* મકર (ખ,જ) –
- આજે પ્રેમ સંબંધો ખીલી જાય
- ફિલ્મ, રેસ્ટોરન્ટમાં જવાની ઇચ્છા થાય
- શેરબજારમાં રસ જાગે
- મોડી વાગવા-પડવાથી સાચવવુ

* કુંભ (ગ,શ,સ,ષ) –
- નોકરીમાં કાર્યનિષ્ઠા વધી જાય
- સ્ત્રી જાતકો તમારી સહાયે વધુ આવશે
- ખોટી મૂંઝવણથી દૂર રહેજો
- બપોર પછી ધનપ્રાપ્તિના અવસરો પણ છે

* મિન (દ,ચ,ઝ,થ) –
- ટૂંકા પ્રવાસની શક્યતા છે
- તમારું કાર્ય તમે ધ્યાનથી સંપૂર્ણ કરી શકશો
- સવારના સમયમાં થોડી ચિંતા થશે
- બપોર પછી વધુ શાંતિભર્યો સમય રહેશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – સૂર્યદેવને ચંદનમિશ્રીત જળથી સાત વખત અંજલી અર્પણ કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
