Not Set/ વિશ્વના ટોપ એવોર્ડ્સમાંથી એક ક્રિસ્ટલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી દીપિકા પાદુકોણને, જાણો કેમ મળ્યો એવોર્ડ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માત્ર તેની તેજસ્વી ફિલ્મોને કારણે નહીં પરંતુ સમાજ પ્રત્યે પણ ઘણા પ્રશંસનીય કામ કરતી પણ જોવા મળી રહી છે. જેના કારણે હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ક્રિસ્ટલ એવોર્ડથી દીપિકાને સમ્માનિત કરવામાં આવી હતી. દાવોસમાં દર વર્ષે યોજાતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભામાં દીપિકા પાદુકોણનું સન્માન કરવામાં આવ્યું હતું. છપાક અભિનેત્રી દીપિકા […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માત્ર તેની તેજસ્વી ફિલ્મોને કારણે નહીં પરંતુ સમાજ પ્રત્યે પણ ઘણા પ્રશંસનીય કામ કરતી પણ જોવા મળી રહી છે. જેના કારણે હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ક્રિસ્ટલ એવોર્ડથી દીપિકાને સમ્માનિત કરવામાં આવી હતી. દાવોસમાં દર વર્ષે યોજાતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભામાં દીપિકા પાદુકોણનું સન્માન કરવામાં આવ્યું હતું.

છપાક અભિનેત્રી દીપિકા પાદુકોણને મેન્ટલ હેલ્થને લઈને કરેલા કર્યો માટે આ સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી.

ફોરમે દીપિકા પાદુકોણને આ એવોર્ડ આપવાનું કારણ જણાવતા જણાવ્યું કે ‘ દીપિકા પાદુકોણને વર્ષ 2014 માં તેના ડીપ્રેશન વિશે જણાવ્યું અને તેનાથી મુક્તિ મેળવવા માટે વ્યાવસાયિક મદદ માંગી. જૂન 2015 માં, તેણે સ્ટ્રેસ, ટેન્શન, ડીપ્રેશન અનુભવતા દરેકને આશા આપવા માટે ‘ધ લાઇવ લવ લાફ ફાઉન્ડેશન’ (ટીએલએલએલએફ) ની સ્થાપના કરી હતી.

બીજી તરફ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આ સન્માન માટે ડીપ્રેશન, તાણવ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોનો આભાર માન્યો છે. આ સાથે તેણે તેનો એવોર્ડ સમર્પિત કર્યો.

https://www.instagram.com/p/B7jq7msjbd5/?utm_source=ig_embed

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર એવોર્ડ વિજેતા તસવીર શેર કરવા બદલ સૌનો આભાર માન્યો.

દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થઈ હતી. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત દીપિકા એસિડ એટેક પીડિતની ભૂમિકામાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.