Not Set/ જાણો, નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’

કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે થિયેટરો પણ બંધ છે. ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. આ સમયે, નિર્માતાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. નેટફ્લિક્સે આજે 12 ઓરિજનલ ફિલ્મો અને સિરીઝની ઘોષણા કરી, જેમાં જ્હાનવી કપૂરની ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’ શામેલ છે. ‘ગુંજન સક્સેના’ […]

Uncategorized

કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે થિયેટરો પણ બંધ છે. ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. આ સમયે, નિર્માતાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. નેટફ્લિક્સે આજે 12 ઓરિજનલ ફિલ્મો અને સિરીઝની ઘોષણા કરી, જેમાં જ્હાનવી કપૂરની ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’ શામેલ છે. ‘ગુંજન સક્સેના’ 12 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

ગંજન સક્સેનામાં જ્હાનવી કપૂર સાથે પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્હાનવી ગુંજન સક્સેના ઉપરાંત કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર સાથે જોવા મળશે. તે ફિલ્મ ‘રુહી અફઝના’માં તે રાજકુમાર રાવની સાથે પણ જોવા મળશે.