Not Set/ Viral Video/ પાણી પીવા માટે શખ્સની પાછળ પડી ગઇ આ ખિસકોલી

સોશિયલ મીડિયા પર ખિસકોલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે તમારા ચહેરા પર તુરંત જ સ્મિત લાવી દેશે. તરસેલી ખિસકોલીએ ચાલતી વખતે એક વ્યક્તિનાં હાથમાં પાણીની બોટલ જોઇ. તે તેની પાસે પહોંચી અને તેનો હાથ ઉચો કરી પાણીન માંગણી કરવા લાગી. શખ્સે જેવી પાણીની બોટલ નીચે કરી કે તુરંત જ તે બધુ પાણી […]

Videos

સોશિયલ મીડિયા પર ખિસકોલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે તમારા ચહેરા પર તુરંત જ સ્મિત લાવી દેશે. તરસેલી ખિસકોલીએ ચાલતી વખતે એક વ્યક્તિનાં હાથમાં પાણીની બોટલ જોઇ. તે તેની પાસે પહોંચી અને તેનો હાથ ઉચો કરી પાણીન માંગણી કરવા લાગી. શખ્સે જેવી પાણીની બોટલ નીચે કરી કે તુરંત જ તે બધુ પાણી પી ગઇ.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ખિસકોલી શખ્સ સુધી પહોંચે છે. તેને પાણી પીવુ હોય છે, જે માટે તે હાથની હરકતોથી ઇશારો કરે છે. જેવો તે માણસ નીચે બેસે છે કે તુરંત તે બે પગે ઉભી થઇ જાય છે અને પાણી પી જાય છે. તે પોતાનો મોં અંદર નાખીને મજાથી પાણી પી લે છે. આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.