Not Set/ ‘ભુજ’થી સામે આવ્યો સોનાક્ષી સિન્હાનો ફર્સ્ટ લુક, અજય દેવગનની આ ફિલ્મ થશે હોટસ્ટાર પર રિલીઝ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘ભુજ’માં જોવા મળશે. આજે આ ફિલ્મમાંથી સોનાક્ષીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો લુક શેર કરતાં સોનાક્ષી સિન્હાએ લખ્યું – ભારતીય સૈન્યનું સમર્થન કરવા માટે પોતાની સાથે 299 મહિલાઓને લઈને જનાર ભાહાદુર સામાજિક કાર્યકર્તા સુંદરબેન જેઠા મધરપર્યાની HEROIC ભૂમિકા નિભાવવા માટે સમ્માનિત અનુભવી રહી […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘ભુજ’માં જોવા મળશે. આજે આ ફિલ્મમાંથી સોનાક્ષીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો લુક શેર કરતાં સોનાક્ષી સિન્હાએ લખ્યું – ભારતીય સૈન્યનું સમર્થન કરવા માટે પોતાની સાથે 299 મહિલાઓને લઈને જનાર ભાહાદુર સામાજિક કાર્યકર્તા સુંદરબેન જેઠા મધરપર્યાની HEROIC ભૂમિકા નિભાવવા માટે સમ્માનિત અનુભવી રહી છું! #BhujThePrideOfIndia હિસ્ટ્રી કી એક મહત્વપૂર્ણ ઘટના ટૂંક સમયમાં જ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

ભુજ: ધ પ્રાઈડ ઓળ ઇન્ડિયા ટી-સીરીઝ અને સિલેક્ટેડ હોલ્ડિંગ્સ એલએલપીના બેનર હેઠળ અભિષેક દુધૈયા દ્વારા લેખિત અને દિગ્દર્શન છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ગિની ખાનુજા, વજીર સિંહ અને કુમાર મંગત પાઠક કરી રહ્યા છે.

આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે અજય દેવગન અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.  #DisneyPlusHotstarMultiplex ની સાથે @DisneyPlusHotstarVIP  પર રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.