રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે ઓડિયો ટેપ મામલે મોટો સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યની ખરીદ-ફરોખ્ત સાથે જોડાયેલા કથિત ઓડિયો ટેપ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ પણ શામેલ છે. જોકે, ગજેન્દ્રસિંહ શેખાવતે તેમની સામેના તમામ આરોપોને નકારી દીધા છે. રાજસ્થાન સરકારના ચીફ વ્હીપ મહેશ જોશીએ આ કેસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસના વ્હીપ પ્રમુખ મહેશ જોશીએ કહ્યું છે કે ભંવર લાલ શર્મા, ગજેન્દ્ર સિંહ અને સંજય જૈનનું એફઆઈઆરમાં નામ છે. મેં ફક્ત ગજેન્દ્ર સિંહનો ઉલ્લેખ કર્યો છે અને લોકો અનુમાન કરી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ની તપાસમાં જાણવા મળશે
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના એડીજી અશોક રાઠોડે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે મહેશ જોશી (કોંગ્રેસના નેતા) ની બે ફરિયાદો હતી. આ ફરિયાદો ઓડિઓના સંબંધમાં છે જે ગઈકાલે વાયરલ થયો હતો. અમે કલમ 124 એ અને 120 બી હેઠળ 2 એફઆઈઆર દાખલ કરી છે. ક્લિપની સચ્ચાઈની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સંજય જૈનની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી, આજે પણ તેમને બોલાવવામાં આવ્યા છે. અમે હાલમાં તેમની પાસેથી કેટલાક તથ્યો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
કોંગ્રેસે ભંવર લાલ શર્મા અને અન્ય બળવાખોર ધારાસભ્ય વિશવેન્દ્ર સિંહને પણ સસ્પેન્ડ કર્યા છે. તેણે દાવો કર્યો છે કે તે રાજસ્થાન સરકારને દૂર કરવાના સોદામાં સામેલ હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બે ઓડિયો રેકોર્ડિંગ્સ સામે આવી છે જેમાં ભંવર લાલ શર્મા ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરતા સાંભળવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
