સામગ્રી
250 ગ્રામ કોબી
100 ગ્રામ લીલા વટાણા
2 બટાકા
2 ગાજર
3 ટામેટાં
3 લીલાં મરચાં
3 ટેબલસ્પૂન ઘી
1/2 ટીસ્પૂન ખાંડ
1/2 ટીસ્પૂન લાલ મરચું
1 ઝૂડી લીલા ધાણા
મીઠું (સ્વાદઅનુસાર)
વાટવાનો મસાલો બનવા માટે
2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
1 ટેબલસ્પૂન સૂકા ધાણા
1/2 ટીસ્પૂન હળદર
1 ડુંગળી
5 કળી લસણ
બધું જ મિક્સ કરી, થોડું પાણી નાંખી મસાલો બનવો.
સૂકો મસાલા માટે
5 કટકા તજ
5 લવિંગ
7 દાણા મરી
1/2 ટીસ્પૂન જીરુ
બધુ ખાંડી મસાલો બનાવવો.
બનાવવાની રીત
પહેલા તો ગાજર લો તેને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢીને બારીક કટકા કરો પછી છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.
ત્યાર પછી એક તપેલીમાં 2 ચમચા ઘી નાખી વાટેલો મસાલો સાંતળવો. સુગંધ આવે એટલે કોબીજ નાંખી, હલાવું.
થોડું કપાણી છાંટી ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ વટાણા, બટાકા, ગાજર, સૂકો મસાલો અને ટામેટાંના કટકા નાંખી શાક સાંતળવું.
થોડું પાણી છાંટતાં જવું. પછી લીલાં મરચાંના કટકા, મીઠું, ખાંડ અને લાલ મરચું નાંખી, થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું.
પીરસતી વખતે લીલા ધાણા નાંખી, પરોઠા સાથે ઉપયોગમાં લેવું. ઉપર 1 ચમચી ઘી નાંખવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
