ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ ચિંતન શિબિરનું આયોજન કર્યુ હતુ. શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિનાં સભ્યો દ્વારા રાજ્યનાં 38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ 2018 નાં પરિપત્રનાં આધારે નિમણૂંક ન આપવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ત્યારે શીબીરની શરૂઆત થાય તે પહેલાં જ તમામ આંદોલનકારીઓની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી. જેમાં 50 જેટલા આંદોલનકારીઓ આગામી આયોજન અને રણનીતિ માટે એકઠા થયા હતા. કોરોના મહામારીનાં સમયમાં તમામ યુવાનો પોલીસની મંજૂરી વગર એકઠા થયા હોવાનું કહી પોલીસે તમામની અટકાયત કરી હતી. જેમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા, દિનેશ બાંભણીયાની પણ અટકાયત કરી હતી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
