બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ છે. એવા સમયે જ્યારે અમિતાભ બચ્ચનને પ્રેમ, પ્રાર્થના અને શુભકામનાઓની જરૂર છે, ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવા પણ છે જે નફરત ફેલાવી રહ્યા છે. આ યુઝર્સે અમિતાભને નફરતનાં સંદેશાઓ મોકલીને બિગ બી અને તેના પ્રશંસકોને પરેશાન કરી રહ્યા છે. અમિતાભ 11 જુલાઈથી મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.
અમિતાભ બચ્ચને તેમના નવા બ્લોગમાં ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો છે જેમણે લખ્યું છે કે કાશ તમારું કોરોના વાયરસથી મોત થઇ જાત. બિગ-બીએ લખ્યું કે, “તેઓ મને કહેતા લખે છે … કાશ તમારું કોરોનાથી નિધન થઇ જાતું

બચ્ચને ટ્રોલને સંબોધન કરીને તેમની નોંધ શરૂ કરી હતી કે જો અભિનેતાનું મોત થાય તો તે શું ગુમાવશે. તેણે લખ્યું, ‘હે મિસ્ટર અજ્ઞાત… તમે તમારા પિતાનું નામ પણ નથી લખતા, .. કેમ કે તમે જાણતા નથી કે તમારા પિતા કોણ છે … ત્યાં ફક્ત બે જ બાબતો થઈ શકે છે .. કાં તો હું મરી જઈશ અથવા હું જીવીશ .. જો હું મરી જઈશ તો તમે સેલિબ્રિટી પર ક્રોધ નીકાળવા અને તેમને કોસવાનું કામ આગળ નહીં કરી શકો. તમારા લેખન પર ધ્યાન આપનાર કોઈ નહીં હોય.

આની આગળ અમિતાભ બચ્ચને એક વધુ યોગ્ય જવાબ આપતા લખ્યું, “જો હું ભગવાનની દયાથી બચી ગયો, તો તમે મારાથી નહીં પરંતુ મારા નવ કરોડ અનુયાયીઓનો ગુસ્સો સહન કરશો. મારે હવે તેમને આ કહેવું છે અને જો હું બચી શકું તો હું કરીશ. મારા ચાહકો સમગ્ર વિશ્વમાં છે. પશ્ચિમથી પૂર્વમાં, ઉત્તરથી દક્ષિણ સુધી, દરેક જગ્યાએ છે.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. બંને હોસ્પિટલથી ઘરે પણ પહોંચી ગયા છે. જ્યારે, અમિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિષેક બચ્ચન હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
