Not Set/ રાજકોટ પર કોરોના તાંડવ/ બપોર સુધીમાં જ પાંચ દર્દીનાં મોત – 39 નવા કેસ સામે આવતા હાહાકાર

ગુજરાતભરમાં આમતો કોરોનાનો કહેર જોવામાં આવી જ રહ્યો છે અને તે દિવસે દિવસે વધી પણ રહ્યો હોવાનું આંકડા ચાડી ખાઇ રહ્યા છે. રાજ્યભરની જેમ જ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ચિંતા જનક રીતે આગળ વઘી રહ્યાનું સામે આવી રહ્યું છે. આજે બપોર સુઘીમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટમાં કોરોનાથી વધુ પાંચ દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં […]

Gujarat Rajkot

ગુજરાતભરમાં આમતો કોરોનાનો કહેર જોવામાં આવી જ રહ્યો છે અને તે દિવસે દિવસે વધી પણ રહ્યો હોવાનું આંકડા ચાડી ખાઇ રહ્યા છે. રાજ્યભરની જેમ જ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ચિંતા જનક રીતે આગળ વઘી રહ્યાનું સામે આવી રહ્યું છે. આજે બપોર સુઘીમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટમાં કોરોનાથી વધુ પાંચ દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજકોટ શહેર સહિત ગોંડલ અને ધોરાજીનાં દર્દીના મોત નીપજ્યાનાં સમચારથી જીલ્લાભરમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. દુખદ વાત તે છે કે, આજે મરણજનાર બે દર્દીમાંથી એક એવા ધોરાજીના દર્દીનું તો કોરોના રિપોર્ટ પહેલાં જ મૃત્યુ થયું છે. 

સાથે સાથે રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણે માજા મુકી હોવાનુ પણ પ્રતિત થઇ રહ્યું છે, આજે બપોર સુઘીમાં સામે આવતા આંકડામાં રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. જી હા બપોર સુધીમાં જ કોરોનાનાં નવા 39 કેસ નોંધાય ચૂક્યા છે. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 1022ને પાર થઇ ચૂક્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….