રાજ્યમાં ગુનાખોરની ગ્રાફ કદી નીચે આવ્યો જ નથી અને હવે તો અસામાજીક તત્વો ખુલ્લે આમ લુખ્ખાગીરી કરતા નજરે આવે છે. જી હા, આવી જ ઘટના બની છે. ભરુચના જંબુસર નજીક. જંબુસર ચોકડી ઉપર ધોળા દિવસે ફાયરીંગ થતા દોડધામ મચી જવા પામી હતી. અંગત અદાવતમાં મિત્રને જ ગોળી મારી મીત્રની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ઉપર ઓવર બ્રીજની નીચે ધોળા દિવસે ફાયરીંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. અંગત અદાવતમાં ધોળા દિવસે સઈદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલને તેના જ મિત્ર ઇદ્રીસ ઉર્ફે બમ્બઇયાએ તેના અન્ય મિત્રો સાથે મળી હત્યા કરવા માટે ફાયરીંગ કર્યા.
ઘટનામાં ઘાયલ સઇદ ઉર્ફે ભુરાને તત્કાલ સારવાર અર્થે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરીંગ કર્યા બાદ ઈદ્રીશ ઉર્ફે બમ્બઇયો તેના સાથીદાર સાથે ફરાર થઈ ગયો હતો.
ગણતરીના કલાકોમાં જ જ્યોતિનગર પાસેથી ઇકો કાર સાથે ઇદ્રીશ ઉર્ફે બમ્બઇયા અને તોસીફ ઉર્ફે વલીને ઝડપી પાડી તેમની પાસેથી ફાયરીંગમાં વપરાયેલી રિવોલ્વર કબજે લીધી હતી. પોલીસે બન્નેની પૂછતાછ કરતાં નાણાંકીય લેતીદેતીમાં ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું પોલીસે ઘટનાના સ્થળ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી સમગ્ર ઘટના અંગેની તલસ્પર્શી તપાસ હાથ ધરી પોલીસે અન્ય ફરાર બે આરોપીમા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરીયાદી અને આરોપી બધા જ રીઢા ગુનેગાર છે. સઈદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ ઈદ્રીશ બમ્બઇયો અને તેના સાથી દારો રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યુ છે. અગાઉ ધાડ અને લૂંટ સહિત મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ગુનાખોરીનું ધામ બનતી છે.
@મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
