Not Set/ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અચાનક જ ભારે ગરમાવો, ભાજપનાં બે જૂથ સામ-સામે

સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અચાનક જ ભારે ગરમાવો આવી ગયાની વિગતો સામે આવી રહી છે. જી હા, સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપ વર્સીસ ભાજપનો જંગ જામ્યાની વિગતો સામે આવી રહી છે. 3 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. બિનહરીફ જાહેર કરવામાં આવેલી 3 બેઠકો પરથી હાલમાં જ ભાજપમાં પ્રવેશ કરી ચૂકેલા ખેડૂત સમાજનાં જયેશ પટેલ […]

Gujarat Surat

સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અચાનક જ ભારે ગરમાવો આવી ગયાની વિગતો સામે આવી રહી છે. જી હા, સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપ વર્સીસ ભાજપનો જંગ જામ્યાની વિગતો સામે આવી રહી છે. 3 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

બિનહરીફ જાહેર કરવામાં આવેલી 3 બેઠકો પરથી હાલમાં જ ભાજપમાં પ્રવેશ કરી ચૂકેલા ખેડૂત સમાજનાં જયેશ પટેલ પણ બિનહરીફ ચૂંટાયા છે. મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશ વસાવા પણ બિનહરીફ ચૂંટાયા છે અને જિલ્લા ભાજપના મહામંત્રી ભરતસિંહ સોલંકી પણ પલસાણા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. 

16 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થતા હેવા બાકી રહેતી 13 બેઠકો પર ખરાખરીનો ચૂંટણી જંગ જામશે તેવા પાકે પાક્કી જોવામાં આવી રહી છે અને તેનુ કારણ છે કે બહુપ્રતિષ્ઠીત આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ જોવામાં આવી રહ્યું છે. જી હા, સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સંઘનાં વર્તમાન પ્રમુખ રાજુ પાઠક અને મંત્રી ગણપત વસાવાની પેનલ આમને સામને જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 7 ઓગસ્ટનાં રોજ મતદાન યોજાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews