ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે રોજ રોજ હજારો લોકો સંક્રમણનો શિકાર બની રહ્યાની સાથે સાથે અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. સરકાર કોરોનાને રોકવા માટે અનેક પેતરા અજમાવી ચૂકી છે. કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલું લોકડાઉન દેશ સહિત ગુજરાતમાં લાગુ છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિ અને સરકારનાં નિયમોનો આ મામલો વડોદરાનાં અમુક લોકોને બીલકુલ લાગુ પડતો નથી.
કોરોનાનાં કારણે સરકાર લગ્ન કે પ્રસંગ જેવા મેળાવળા ન કરવામાં આવે તેવી અપીલ કરી રહી છે, ત્યારે વડોદરામાં લોકો ભેગા થાય છે અને જુગાર રમે છે!! જુગારીઓને કોઇ નિયમો કે ચિંતા લાગુ પડતા જ નથી. જી હા, વડોદરામાં શ્રાવણીયા જુગાર પર એલસીબી ત્રાટકી હતી અને દુમાડ ચોકડી નજીકની હોટલમાં ચાલતું જુગરધામ ઝડપાયું છે. વડોદરા અને આસપાસનાં 15 મોટા વેપારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે થી 8 લાખથી વધુની રોકડ કબ્જે કરી છે. સાથે સાથે પોલીસે 15 મોબાઇલ અને કાર સહિતનો 75 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
