Not Set/ ચોમાસાની સિઝનમાં ઉભી થઇ ખાતરની અછત, સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને લખ્યો પત્ર

રાજ્યમાં ચોમાસાની ઋતુની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે, એવામાં લાખો હેક્ટર જમીનમાં પણ ડાંગર, સોયાબીન જેવા પાકોનું વાવેતર થયું છે, પરંતુ  આ સિઝનમાં દર વર્ષની જેમ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાતરની અછતને લઈ સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના વ્હારે આવ્યા છે. અને […]

Gujarat Others

રાજ્યમાં ચોમાસાની ઋતુની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે, એવામાં લાખો હેક્ટર જમીનમાં પણ ડાંગર, સોયાબીન જેવા પાકોનું વાવેતર થયું છે, પરંતુ  આ સિઝનમાં દર વર્ષની જેમ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ખાતરની અછતને લઈ સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના વ્હારે આવ્યા છે. અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછત છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમાં પણ ખાસ કરીને યુરિયા ખાતર તો મળી જ નથી રહ્યુ.

મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખીને માગ કરી છે કે, ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. 60થી 70 ટકા બિનપિયત ખેતી ખેતીલાયક વરસાદથી સારી થવાની આશા છે પરંતુ છોડ માટે જરૂરી પોષણ એવું ખાતર ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.. એટલું જ નહિં જરૂરી પોષણ નહીં મળે તો પાકને નુકસાન થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.