Not Set/ સુરેન્દ્રનગર જીલ્લાના આ ગામમાં થયો ચમત્કાર, મંદિરમાં ભગવાન શંકરના પોઠીયાએ પીધું દૂધ

હાલમાં રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં તહેવારોના મોસમ પણ જામી છે, ત્યારે આ તહેવારોમાં અનેક સ્થળેથી વિવિધ ચમત્કારોના સમાચાર સામે આવતા રહે છે. તેમાં અનેકવાર શ્રીકૃષ્ણએ દૂધ પીધું, શાલીગ્રામએ દૂધ પીધું, ગણપતિએ દૂધી પીધાની ઘટનાઓ અનેકવાર વાયરલ થઈ ચુકી છે.  આ જ રીતે હાલમાં સુરેદ્રનગર જિલ્લામાં પોઠીયાએ દૂધ પીધાની ઘટના […]

Gujarat Others

હાલમાં રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં તહેવારોના મોસમ પણ જામી છે, ત્યારે આ તહેવારોમાં અનેક સ્થળેથી વિવિધ ચમત્કારોના સમાચાર સામે આવતા રહે છે. તેમાં અનેકવાર શ્રીકૃષ્ણએ દૂધ પીધું, શાલીગ્રામએ દૂધ પીધું, ગણપતિએ દૂધી પીધાની ઘટનાઓ અનેકવાર વાયરલ થઈ ચુકી છે. 

આ જ રીતે હાલમાં સુરેદ્રનગર જિલ્લામાં પોઠીયાએ દૂધ પીધાની ઘટના ચર્ચાનો વિષય બની છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં ટોકરાળા ગામે રક્ષાબંધનના દિવસે શંકર ભગવાનનાં મંદિરમાં સવારની આરતીના સમયે મંદિરના પોઠીયાએ દૂધ પીધાની વાત વહેતી થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જાણવા મળ્યાનુસાર પોઠીયાએ પાંચ ચમચી દુધ પીધું એ ચમત્કાર જોતજોતામાં ગામ લોકોમાં કુતૂહલનું કારણ બની ગયું અને લોકોના ટોળા મંદિર ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.