Not Set/ IPLમાં વિવોને સ્પોન્સરપદેથી હટાવાયું, ચીનની કંપનીને લઇ BCCIની થઇ રહી હતી ટીકા

ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી આવૃત્તિમાં લીગ પ્રાયોજક નહીં બને. મંગળવારે દેશમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ વીવો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વી લદ્દાખમાં જૂન મહિનામાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા અથડામણથી ઘણા લોકોએ ચીની ચીજોનો બહિષ્કાર કરવાની વાત કરી છે. આ સિવાય જ્યારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે […]

Uncategorized

ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી આવૃત્તિમાં લીગ પ્રાયોજક નહીં બને. મંગળવારે દેશમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ વીવો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વી લદ્દાખમાં જૂન મહિનામાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા અથડામણથી ઘણા લોકોએ ચીની ચીજોનો બહિષ્કાર કરવાની વાત કરી છે.

આ સિવાય જ્યારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે પ્રાયોજકને જાળવી રાખવાની વાત કરી ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેનો વિરોધ કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની આગામી વર્ષ એટલે કે 2021 માં પ્રાયોજક બનશે, આ સોદો 2023 સુધી ચાલશે. આ વર્ષ માટે નવા પ્રાયોજકોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલ નવા સ્પોન્સર અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

3 વર્ષના કરાર પહેલા જ BCCIએ વિવોથી છેડો ફાડ્યો છે. વર્ષ 2017માં આ કરાર વિવોએ 2199 કરોડમાં મેળવ્યો હતો. 5 વર્ષની ડીલમાં દર વર્ષે હતો 440 કરોડનો કરાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.