બોલિવૂડ સેલેબ્રીટીઝની ઘણી ફેન ફોલોવિંગ હોય છે. ચાહકો તેમના મનપસંદ સ્ટારને મળવા માટે ઘણી વસ્તુઓમાંથી પસાર થાય છે. સલમાન ખાનના ફેન્સે પણ આવું જ કંઈક કર્યું છે. સલમાનનો ફેન તેને મળવા માટે 600 કિલોમીટર સાયકલ ચલાવીને તેને મળવા ગુવાહાટી આવ્યો છે. જેથી તે સલમાન ખાનને મળી શકે.
આસામના તિનસુકિયામાં રહેતા 52 વર્ષીય ભૂપેન લિકસન, ગુવાહાટીમાં સલમાન ખાનને મળવા 600 કિ.મી. સાઈકલ ચલાવીને આવ્યો છે. સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ્સના કાર્યક્રમમાં ભાગ લેવા ગુવાહાટી ગયો છે.
Assam: Bhupen Likson, a cyclist from Tinsukia reached Guwahati yesterday after cycling a distance of over 600 kms, to meet Salman Khan. He says,"I started this journey on Feb 8 from Jagun (Tinsukia) on a cycle to meet Salman Khan who will be in Guwahati to attend Filmfare Awards" pic.twitter.com/td28ojdXIS
— ANI (@ANI) February 14, 2020
ભૂપેને જણાવ્યું હતું કે, તેણે 8 ફેબ્રુઆરીએ જાગુન (તિનસુકિયા) થી તેની યાત્રા શરૂ કરી હતી. ભૂપેન 13 ફેબ્રુઆરીએ સલમાનને મળવા માટે ગુવાહાટી પહોંચ્યો હતો. આ સાથે ભુપેને પણ તેમના નામે રેકોર્ડ બનાવ્યો છે. 60 મિનિટમાં 48 કિલોમીટર સાયકલ ચલાવવાને કારણે ભુપેનનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે.
આપને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીએ ગુહાહાટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યા છે. 2 ફેબ્રુઆરીએ મુંબઇમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જે દરમિયાન કેટલાક ટેક્નિકલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
