ઉપલેટા મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જી હા, રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકા – શહેરનાં મામલતદાર જી.એમ મહાવદીયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. મામલતદારનો કોરોના પોઝિટિવ આવતા મામલતદાર કચેરીના અનેક કર્મીઓ ક્વોરોન્ટાઈન થઈ શકે છે તેવી ભીતી જોવામાં આવી રહી છે.
સાથે સાથે ગત ગુરૂવારે ઉપલેટા મામલતદારે અનેક લોકોની હાજરી સાથે મિટિંગો કરી હતી અને વિગતો વિદિત છે કે આ મિંટિગ શહેર અને તાલુકામાં કોરોનાને કન્ટ્રોલ કરવા માટેની સમિક્ષા માટે જ કરવામાં આવી હતી.
કોરોનાની સમિક્ષા મિટિંગમાં PI, આરોગ્ય અધિકારીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તો મામલતદાર ઓફિસનો લગભગ સ્ટાફ પણ પોઝિટિવ આવેલા તાલુકા મામલતદારનાં સંપર્કમાં હોવાની વિગતો સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
