Not Set/ પ્રશાંત ભૂષણ દ્વારા 2009 માં કરવામાં આવેલા જજોની અવમાનનાં મામલે સુપ્રીમ કોર્ટેનું કડક વલણ

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ માટે આજનો દિવસો થોડો ભારે હોય તેવુ લાગી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયાધીશો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કાર્યકર્તા-એડવોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 2009 નાં અવમાનનાં કેસની વધુ સુનાવણીની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ કેસમાં વિચાર કરશે કે ન્યાયાધીશો વિશે ભ્રષ્ટાચારની ટિપ્પણી ખરેખર અવમાનની […]

India

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ માટે આજનો દિવસો થોડો ભારે હોય તેવુ લાગી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયાધીશો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કાર્યકર્તા-એડવોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 2009 નાં અવમાનનાં કેસની વધુ સુનાવણીની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ કેસમાં વિચાર કરશે કે ન્યાયાધીશો વિશે ભ્રષ્ટાચારની ટિપ્પણી ખરેખર અવમાનની છે કે નહીં.

2009 માં પ્રશાંત ભૂષણે એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુંમાં ટોચની કોર્ટનાં કેટલાક પૂર્વ અને પ્રમુખ ન્યાયાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2009 માં કોર્ટે પ્રશાંત ભૂષણને અવમાનની નોટિસ આપી હતી. આ ઉપરાંત તાજેતરમાં પ્રશાંત ભૂષણનાં બે ટ્વીટ્સની નોંધ લેતાં કોર્ટે ફરી પ્રશાંત ભૂષણને નોટિસ આપી હતી.

દરમિયાન, ભૂતકાળમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, વરિષ્ઠ પત્રકાર એન. રામ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ કોર્ટનાં અવમાનનાં કાયદામાં કલમ 2 (C) (i) ની માન્યતાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ જોગવાઈ વિષય-વસ્તુનાં પ્રકાશનને ગુનો જાહેર કરે છે, જે કોર્ટની નિંદા કરે છે અથવા કોર્ટની સત્તાને નબળી પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.