ભારતમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક છે. કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં લઇને ભારતીય તબીબી સંશોધન પરિષદે (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિર્સચ) એડવાઇઝરી જાહેર કરી છે,એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એવા કોઇપણ વ્યક્તિની આરટીપીસીઆર ના થવી જોઇએ કે જેમની રેપિડ એન્ટિજન અથવા આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવી હોય.
આઇસીએમઆરે જણાવ્યું હતું કે પ્રયોગશાળાઓ પરનો ભાર ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય ઘરેલું મુસાફરી કરનાર તંદુરસ્ત વ્ય્કતિઓ માટે આરટી-પીસીઆર સંપૂર્ણપણે દૂર કરવી જોઇએ.આ ઉપરાંત કાઉન્સીલે કહ્યું કે તાત્કાલિક કારણસર મુસાફરી કરનાર દરેક એસિમ્પટમેટિક વ્યક્તિઓએ કોવિડ સુસંગતાનું પાલન કરવું જોઇએઉલ્લેખનીય છે કે જે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેની ફરીવાર આરટીપીસીઆર કરવાની જરૂર નથી. કાઉન્શીલના જણાવ્યા અનુસાર તેનાથી પ્રયોગશાળા પર વધુ બોજ પડે નહિ અને કાર્ય પ્રણાલી ચાલતી રહે .
