જુગાડની વાત સાંભળતાની સાથે જ આપણા મનમાં ઘણા વીડિયો સામે આવી જાય છે. સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહેનારા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ઘણા જુગાડ વીડિયો શેર કરે છે અને ક્રિએટિવ લોકોની પ્રશંસા કરે છે.
તાજેતરમાં જ તેમણે ટ્રેક્ટરની મદદથી ભેંસનું દૂધ કાઠતા એક શખ્સનો વીડિયો શેર કર્યો હતો. હવે આનંદ મહિન્દ્રાએ એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે જેમાં તે જનરેટરથી પોતાની ઇલેક્ટ્રિક કાર ટેસ્લા ચાર્જ કરે છે. આ જુગાડ વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, માણસનાં હાથમાં તેલનો ડબ્બો છે. શૂટિંગ કરતા શખ્સે જ્યારે તે વ્યક્તિને પૂછ્યુ કે, જ્યારે આપની પાસે ટેસ્લા (ઇલેક્ટ્રિક કાર) છે, ત્યારે તમારે તેલની જરૂર કેમ પડે છે. પછી તે શખ્સ પોતાની ટેસ્લાનો પાછળનો દરવાજો ખોલે છે અને હોન્ડા ગૈસોલિન જનરેટર બતાવે છે.
And we thought jugaad was purely an Indian talent! Hilarious. A Honda powered Tesla… pic.twitter.com/SHlLSuiS1n
— anand mahindra (@anandmahindra) August 9, 2020
ત્યારબાદ તે બતાવે છે કે, તે જનરેટર સાથે ટેસ્લા કાર કેવી રીતે ચાર્જ કરે છે. શૂટિંગ કરતો વ્યક્તિ જોઇને ચોંકી જાય છે અને તેના મિત્રોને બોલાવે છે અને આ જુગાડ બતાવે છે. આનંદ મહિન્દ્રા પણ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું છે, ‘અને અમને લાગે છે કે જુગાડની પ્રતિભા માત્ર ભારતીઓની પાસે જ છે. શાનદાર. હોન્ડા પાવર્ડ ટેસ્લા.’ આનંદ મહિન્દ્રાએ 9 ઓગસ્ટે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે, જેણે અત્યાર સુધીમાં 6 લાખ વ્યૂઝ મેળવ્યા છે. ઉપરાંત 38 હજારથી વધુ લાઈક્સ અને 8 હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવેલ છે. લોકોને આ જુગાડ વીડિયો ખૂબ પસંદ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
