કહેવાય છે ને કુતરાની પુછળી ગમે તેટલા વર્ષ જમીનમાં પણ દાંટી દો પણ કાઢો એટલે વાંકી ને વાંકી જ રહે છે. બસ પાકિસ્તાનનું પણ આવુ જ છે, પાકિસ્તાન ભારત સહિત દુનિયાનાં ગમે તે દેશ સાથે મિત્રતા – ભાઇચારાની મીઠી મીઠી વાતો કરે અંતે તો પીઠ પાછળ ખંજર ભોંકવાનો મનસુબો જ હોય છે. આ વાત હજુ તો તુર્કીને કદાચ નહીં સમજાય અને કદાચ સમજાશે ત્યારે ખુબ મોડું થઇ ગયું હશે. પરંતુ આ વાત ફરી એક વખત પાકિસ્તાન તેની હરકતોથી સાબિત કરી રહ્યું છે. જી હા પાકિસ્તાન તુર્કીની દોસ્તિનો પૂરો ગેરલાભ, જી હા લાભ નહીં ગેરલાભ લેવાની વેતરણમાં જોવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન કાશ્મીર મુદ્દે યુએન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવા માંગે છે. યુએનજીએના નવા પ્રમુખ વોલ્કન બોજકિરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન, પાકિસ્તાને કલમ 370 અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સોમવારે યુએન જનરલ એસેમ્બલી – યુએનજીએનાં પ્રમુખે પાકિસ્તાનને સિમલા કરારની યાદ અપાવી દીધી હતી.
યુએનજીએનાં પ્રમુખે કાશ્મીર સહિતના તમામ દ્વિપક્ષીય પ્રશ્નોના સમાધાન માટે સિમલા કરાર ટાંક્યા હતો. પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો છે. કારણ કે પાકિસ્તાન તુર્કી સાથેની તેની મિત્રતાનો ઉપયોગ યુ.એસ.ના મંચ પર કાશ્મીર મુદ્દાને ચગાવવા માંગતુ હતું. આ વિશેષ હેતુ માટે યુએનજીએના નવા પ્રમુખ અને ટીમને પાકિસ્તાન બોલાવવામાં આવી હતી.
ખરેખર, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે. બંને ઇસ્લામી દેશો છે. તુર્કીના રાજદ્વારી વોલ્કન બોજકીરને જૂનમાં યુએનજીએનું પ્રમુખ પદ્દ એનાયત કરાયુ હતુ. તે નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પાકિસ્તાન આ મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતું.
પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મીર મુદ્દાને પ્રસારિત કરવાનો આ યોગ્ય સમય હશે. એકવાર આ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈમરાન સરકાર લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદને વધારવા માટે આવી તકની રાહ જોઈ રહી હતી.
આ માટે યુ.એન.જી.એ. રાષ્ટ્રપતિને પાકિસ્તાન બોલાવવામાં આવ્યા હતા, બોજકીર સાથેની બેઠક અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીનો હેતુ સ્પષ્ટ થયો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે તેમનું ધ્યાન કાશ્મીરની પરિસ્થિતિ યુએનજીએમાં લાવવાનું છે. પહેલાં લાવવું પડશે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ કાશ્મીરનો મુદ્દો જોરથી ઉઠાવ્યો.
સૂત્રોએ જણાવ્યું હતું કે યુએનજીએ પ્રમુખની પાકિસ્તાનની મુલાકાત પર ભારતની નજર છે. કાશ્મીર મુદ્દા માટે યુએન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવાના પાકિસ્તાનના પ્રયાસનો ભારતે પણ ભારપૂર્વક વિરોધ કર્યો છે. ચીનની મદદ પણ પાકિસ્તાન માટે કામ કરી શકી નથી. મોટાભાગના દેશોનો ભારતની તરફેણમાં સમર્થન છે. જોકે, તુર્કી પણ પાકિસ્તાનની સાથે રહ્યું છે. પરંતુ ભારત માને છે કે યુએનજીએ પ્રમુખ તરીકે તુર્કીનું રાજદ્વારીનું વલણ સ્થાપિત ધોરણો સાથે સુસંગત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
