Not Set/ ‘Sadak 2’ નું ટ્રેલર રિલીઝ, એક્શન અવતારમાં જોવા મળશે સંજય દત્ત

આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપુર સ્ટારર ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 21 વર્ષ બાદ દિગ્દર્શનમાં પરત આવેલા મહેશ ભટ્ટ 1991 માં આવેલી ફિલ્મ સડકથી પ્રેરિત છે. ફિલ્મનો લિડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય […]

Uncategorized

આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપુર સ્ટારર ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 21 વર્ષ બાદ દિગ્દર્શનમાં પરત આવેલા મહેશ ભટ્ટ 1991 માં આવેલી ફિલ્મ સડકથી પ્રેરિત છે. ફિલ્મનો લિડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

શું છે સડક 2ની સ્ટોરી

સડક 2 ના ટ્રેલરની શરૂઆતમાં પહેલા ભાગનો એક સીન બતાવવામાં આવ્યો છે. પૂજા ભટ્ટ અને સંજય દત્ત જ્યારે પહેલીવાર મળ્યા હતા તે સીનબતાવામાં આવે છે. સંજય દત્ત સડક 2 માં છે પરંતુ પૂજાનું પાત્ર મરી ગયું છે. વાર્તા અનુસાર, પૂજાના મૃત્યુ પછી સંજય દત્ત પછી જીવન જીવવાનો કોઈ ખાસ હેતુ બાકી નથી. પૂજાની સ્મૃતિમાં તે પોતાનું બાકીનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારબાદ સ્ટોરીમાં આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. આલિયા જે નકલી શિક્ષકોનો બંદો ફાડવા માંગે છે. તે કૈલાસ જવા માંગે છે. પૂજા ભટ્ટે આલિયાની કૈલાસ યાત્રા બુક કરાવી હતી. પરંતુ હવે ત્યાં પૂજા નથી અને સંજયે તેમનો ધંધો બંધ કરી દીધો છે.

સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સંજય આલિયાને કૈલાસ પહોંચાડવા માટે તૈયાર થાય છે. આલિયાના બોયફ્રેન્ડની ભૂમિકા આદિત્ય રોય કપૂરે ભજવી છે. વાર્તા આગળ વધે છે અને આલિયાનું જીવન જોખમમાં મુકાતું જોવા મળી રહ્યું છે. આલિયાની પાછળ કેટલાક સાધુઓ પડ્યા છે. પછી સંજય આવે છે અને આલિયાનો જીવ બચાવવાનું કામ હાથમાં લે છે. આ પછી, સંજય દત્તનો એક્શન અવતાર જોવા મળશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.