Not Set/ ડીસાના ગોગાડેરીથી ઝેરડા વચ્ચે ગાય વચ્ચે આવતા સર્જાયો અકસ્માત, એકનું મોત

ડીસાના ગોગાડેરી થી ઝેરડા વચ્ચે સ્કોર્પિયો ગાડી આગળ ગાય આવી જતાં સ્કોર્પિયો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક નું મોત થયું હતું જ્યારે એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી પોતાની નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઈને સવારે સાડા પાંચેક વાગે ડીસા થી  ઝેરડા તરફ  […]

Gujarat Others

ડીસાના ગોગાડેરી થી ઝેરડા વચ્ચે સ્કોર્પિયો ગાડી આગળ ગાય આવી જતાં સ્કોર્પિયો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક નું મોત થયું હતું જ્યારે એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી પોતાની નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઈને સવારે સાડા પાંચેક વાગે ડીસા થી  ઝેરડા તરફ  પુરઝડપે આવી રહયા હતા.તે દરમિયાન રસ્તામાં સ્કોર્પિયો ગાડી આગળ ગાય વચ્ચે આવી જતા સ્કોર્પિયો ગાડી ચાલક સુરેશકુમાર રબારી એ સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા સ્કોર્પિયો ગાડી એક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો  હતો.ગાડી માં સવાર સુરેશકુમાર રબારી તેમજ પવનકુમાર  ગાયણા (વિશ્ર્નોઈ ) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 તેમજ ડીસા તાલુકા પોલિસને જાણ કરતા પોલીસ તેમજ 108 ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી ઘાયલ સુરેશકુમાર રબારી તેમજ પવનકુમાર  ગાયણા (વિશ્ર્નોઈ ) ને 108 મારફતે ડીસા સિવલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.પવનકુમાર  ગાયણા (વિશ્ર્નોઈ ) ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મોત થયું હતું.તેમજ સુરેશકુમાર રબારી  વધુ સરવામાં માટે પાલનપુર ખસેડાયા હતા.મૃતક પવનકુમાર  ગાયણા (વિશ્ર્નોઈ ) ની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી.આ ઘટના અંગે ભગીરથરામ વેગેડુરામ ગાયણા (વિશ્ર્નોઈ)એ સ્કોર્પિયો ચાલક  સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી વિરુદ્ધ  ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.