Not Set/ ‘દ્રશ્યમ’ ફિલ્મના નિર્દેશક નિશીકાંત કામતની હાલત નાજુક, જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે જંગ

ફિલ્મ ‘દ્રશ્યમ‘ ના નિર્દેશક નિશીકાંત કામતનાં મૃત્યુનાં સમાચાર પછી બોલિવૂડ ડિરેક્ટર મિલાપ જાવેરી અને અભિનેતા રિતેશ દેશમુખ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે. તેણે કહ્યું કે નિશીકાંત હજી જીવંત છે, પરંતુ તેની સ્થિતિ ખૂબ ગંભીર છે અને તે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે. બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે પણ ટ્વિટર પર પુષ્ટિ કરી […]

Uncategorized

ફિલ્મ દ્રશ્યમના નિર્દેશક નિશીકાંત કામતનાં મૃત્યુનાં સમાચાર પછી બોલિવૂડ ડિરેક્ટર મિલાપ જાવેરી અને અભિનેતા રિતેશ દેશમુખ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે. તેણે કહ્યું કે નિશીકાંત હજી જીવંત છે, પરંતુ તેની સ્થિતિ ખૂબ ગંભીર છે અને તે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે.

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે પણ ટ્વિટર પર પુષ્ટિ કરી છે કે નિશીકાંત કામત વેન્ટિલેટર પર છે. તેઓ જીવન માટે મોત સામે લડી રહ્યો છે. આવો તેમના માટે પ્રાર્થના કરીએ

50 વર્ષના નિશીકાંતની તબિયત સંબંધિત તાજેતરનું એક હોસ્પિટલનું નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કમળો અને પેટના દુખાવાની ફરિયાદોને લીધે તેમને 31 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ક્રોનિક લિવર ડિજીજ અને અન્ય ચેપ હોવાનું જાણવા મળ્યું.

કામત બોલીવુડ ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે, જેમાં અજય દેવગણ-તબ્બુ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ‘, ઇરફાન ખાન સ્ટારર ફિલ્મ મદારીઅને જ્હોન અબ્રાહમ સ્ટારર ફોર્સઅને રોકી હેન્ડસમશામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન