ગત રાત્રે સમાચાર આવ્યા કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ થયા છે. જે બાદ તેમના પરિવાર વિશે દરેકની ચિંતા વધી ગઈ હતી. આ સાથે જ સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.આ ઉપરાંત જયા બચ્ચન, અગસ્ત્ય નંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આપને જણાવી દઈએ કે આ અગાઉ જાણવા મળ્યું હતું કે ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના રીપોર્ટ નેગેટીવ છે. જે બાદ બીજો ટેસ્ટ કરવામાં આવ્યા ઐશ્વર્યા રાય બચ્ચન કોરોનઝ પોઝિટીવ મળી આવી છે.
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોવિડ -19 પોઝિટીવ આવ્યો છે. બિગ બીની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિગ બીએ પોતે રાત્રે 10.5૦ વાગ્યે એક ટ્વીટ શેર કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.
અભિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિષેક બચ્ચન બંને કોરોના પોઝિટિવ છે. બંનેમાં ચેપના હળવા લક્ષણો (હળવો તાવ અને હળવો કફ) છે. અભિષેક પણ તેના પિતા સાથે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. સમગ્ર રાષ્ટ્ર 77 વર્ષીય બિગ બી માટે પ્રાર્થના કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
