વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીની પર વહી રહી છે. ઔરંગા નદીનું લેવલ વધતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જીલ્લા ડિઝાસ્ટર મામલતદાર તેમજ વલસાડ મામલતદાર અને વલસાડ પ્રાંત અધિકારીની ટીમે નદી કિનારાના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
વલસાડ કલેકટર ખુદ કન્ટ્રોલ રૂમમાંથી નદીની વધતી સપાટી પર નજર રાખી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્રની ટીમે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી સ્થિતિની પેટ્રોલીંગ દ્વારા સમીક્ષા શરૂ કરી દીધી છે. વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પાણીનું લેવલ 6.71 મીટર પર પહોંચી ગયું છે.
આપને જણાવી દઇએ કે, ઔરંગા નદીની ભયજનક સપાટી 7.72 મીટર છે. પાણીની સપાટી ભયજનક લેવલે પહોંચી જતા તાકીદનાં પગલે અડધી રાતે અધિકારીઓ એ ઔરંગા નદી કિનારા વિસ્તારની મુલાકાત લીધી હતી. નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
