ગુજરાતમાં કોરોનાનો કાતિલ કહેર વઘી જ રહ્યો તેવું જોવામાં આવી રહ્યું છે અને હાલની સ્થિતિમાં જોવામાં આવે તો સૌરાષ્ટ્ર પર કોરોનાનો કહેર પ્રમાણમાં વધુ જોવામાં આવી રહ્યો છે. જી હા, સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં સોમવાર રાત સુધીમાં 11 કોરોના દર્દીઓના મોત નીપજ્યો છે. એક સાથે 11 કોરોના દર્દીનાં મોતનાં કારણે લોકોમાં કોરોનાનો ભય ઘર કરી ગયો હોવાનુ જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે મરણજનાર તમામ 11 લોકો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. આમ તો રાજકોટમાં સૌરાષ્ટ્રભરનાં કોરોના ક્રિટીકલ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોવાનાં કારણે સૌરાષ્ટ્રભરમાં કોરોનાથી મોતનો આંક વધતા લોકોમાં ડર જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
