સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. રોજ કોરોનાને લઇને અવ-નવા સમાચારો સામે આવતા રહે છે. ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસને કારણે બાળકો ટાઇપ-1 ડાયાબિટીઝનો ભોગ બની શકે છે. ઇંપેરિયલ કોલેજ લંડનનાં એક્સપર્ટે અપીલ કરી છે કે પેરેંટ્સ પોતાના બાળકોમાં ડાયાબિટીઝનાં લક્ષણો જેવા કે થાક, ડિહાઇડ્રેશન, વારંવાર પેશાબ કરવો અને વઝન ઘટવુ પર નજર રાખે.
બ્રિટીશ ટેલિગ્રાફનાં અહેવાલ મુજબ, કોરોના સંક્રમિત થતા કેટલાક ટકા બાળકોમાં જ ગંભીર લક્ષણો જોવા મળે છે. પરંતુ જો તેઓ ટાઇપ-1 ડાયાબિટીઝથી પીડિત છે અને તેમને સમયસર સારવાર ન મળે તો તે ખતરનાક બની શકે છે. યુકેની ચાર હોસ્પિટલોમાં લોકડાઉન શરૂ થયા પછી, ટાઇપ-1 ડાયાબિટીઝવાળા 30 જેટલા બાળકો સારવાર માટે પહોંચ્યા હતા. જ્યા બે હોસ્પિટલો એવી છે જ્યાં 10-10 આવા કેસ સામે આવ્યા છે. સામાન્ય રીતે, આવા ફક્ત 2 અથવા 4 કેસો આવતા હતા. ડાયાબિટીઝથી પીડિત કુલ બાળકોમાંથી, 72 ટકામાં ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા અને તેમના શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ અનુભવી રહી હતી. જો કે આમા માત્ર 5 બાળકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ સંશોધનકારો કહે છે કે શક્ય છે કે ઘણા બાળકોમાં તપાસ દરમિયાન કોરોનાની ઓળખ થઇ શકી નથી.
આ પણ વાંચો- મધ્ય પ્રદેશ સરકારનાં આ એક નિર્ણયથી માત્ર રાજ્યનાં યુવાઓને મળશે સરકારી નોકરી
સંશોધનકારો કહે છે કે શક્ય છે કે કોરોના વાયરસનાં સ્પાઇક પ્રોટીન ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરી નાશ કરતા હોય. સંશોધન વડા ડો.કરેન લોગને જણાવ્યું હતું કે અમારા વિશ્લેષણ દર્શાવે છે કે જ્યારે રોગચાળો ચરમસીમાએ હતો, ત્યારે ટાઇપ-1 ડાયાબિટીઝનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. અમારું માનવું છે કે કોરોના વાયરસ અને ટાઇપ-1 ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ છે. જો કે, આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
