Not Set/ રાજકોટ/ કોરોનાનાં કહેર વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષા

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આ મહામારીનાં કહેર વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષા યોજાવા જઇ રહી છે. જો કે કોરોનાનાં કારણે ચોક્કસ ગાઇડલાઇન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 134 કેન્દ્રો પર 16,459 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતમાં કોરોનાનાં કેસનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કરવામા […]

Gujarat Rajkot
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આ મહામારીનાં કહેર વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષા યોજાવા જઇ રહી છે. જો કે કોરોનાનાં કારણે ચોક્કસ ગાઇડલાઇન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 134 કેન્દ્રો પર 16,459 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાતમાં કોરોનાનાં કેસનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કરવામા આવતા દરેક પ્રયત્નો એક રીતે નિષ્ફળ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે આપી શકે તે માટે સેનેટાઇઝર, માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર જવાબદારી યુનિવર્સિટીનાં નોડલ અધિકારીઓને સોંપવામાં આવી છે.

આ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્પષ્ટ છે તેની પાછળનું કારણ કોરોના જ છે. આપને જણાવી દઇએ કે, ગઈ કાલે એટલે કે બુધવારનાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ-19 નાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ તેમજ હેલ્થ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર ગઈ કાલે અહી 6 પોઝિટિવી કેસ સામે આવ્યા હતા. જે બાદથી જ વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.