Not Set/ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટીવ, ટ્વિટ કરી આપી માહિતી

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે. સામાન્ય લોકોથી લઈને વિશેષ લોકો તેનો શિકાર બની રહ્યા છે. ઘણા રાજ્ય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે, હવે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. અમદાવાદ પશ્ચીમનાં સાંસદ કિરીટ સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમનો કોરોના રીપોર્ટ ગુરુવારે […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે. સામાન્ય લોકોથી લઈને વિશેષ લોકો તેનો શિકાર બની રહ્યા છે. ઘણા રાજ્ય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે, હવે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

અમદાવાદ પશ્ચીમનાં સાંસદ કિરીટ સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમનો કોરોના રીપોર્ટ ગુરુવારે રાત્રે આવ્યો હતો. હાલના સમયે તે ઘરે આઇસોલેટ થયા છે.

મળતી માહિતી મુજબ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું હતું કે મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્ક માં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા ફૂડ, સિવિલ સપ્લાય, ગ્રાહક પ્રયત્નો અને કુટીર ઉદ્યોગનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે અને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.